તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 14th January 2026
મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ઉતરાયણની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી :કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો
તેમણે લોકોને સાવચેતી સાથે ઉતરાયણ ઉજવવા, ઠંડીથી બચવા મફલર પહેરી બહાર નીકળવા અપીલ કરી

મહેસાણામાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે ઉતરાયણનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણી તેમણે પરંપરા અને ઉત્સવની ખુશી વહેંચી. આ પ્રસંગે તેમણે વિકસિત ભારત અને સ્વદેશીના સંકલ્પ સાથે પર્વ ઉજવવાનો સંદેશ આપ્યો અને જણાવ્યું કે તહેવારો દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ તેમણે લોકોને સાવચેતી સાથે ઉતરાયણ ઉજવવા, ઠંડીથી બચવા મફલર પહેરી બહાર નીકળવા અપીલ કરી હતી. અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અને માનવતા સાથે પર્વ ઉજવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
