<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત : માતાની હાલત ગંભીર

બેલેન્સ બગડતા ડિવાઇડર સાથે બાઈક અથડાઈ: દંપતિ અને બાળકી બ્રિજની નીચે પટકાયા :સૈયદપુરા વિસ્તારમાં રહેતો આ પરિવાર જ્વેલર્સના કામકાજ સાથે સંકળાયેલો

સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર અકસ્માતમાં પિતા-પુત્રીનુ મોત થયું છે. જયારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે, બ્રિજ પરથી પસાર થતા દંપતિ અને બાળકી બ્રિજની નીચે પટકાયા હતા. બેલેન્સ બગડતા ડિવાઇડર સાથે બાઈક અથડાઈ હતી. માતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ છે. 

  જાણવા મળ્યા મુજબ પરિવાર સૈયદપુરા વિસ્તારમાં રહે છે અને જ્વેલર્સના કામકાજ સાથે સંકળાયેલો છે. સાંજના સમયે કતારગામ દરવાજાથી રાંદેર તરફ આવતી વખતે આ બનાવ બન્યો હતો. 35 વર્ષીય પિતા રેહાન શેખ અને 10 વર્ષની પુત્રી અલીશાનું મોત થયું હતું .ઈજાગ્રસ્ત માતા 32 વર્ષીય રેહાના હોવાનું સામે આવ્યું છે  હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે 

(9:27 PM IST)