<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

યમદૂત બની કુટુંબો નિરાધાર કરતા ભારે વાહનો સામે નરસિંહમા કોમાર ફરી મેદાને

કોઈના લાડકવાયા કે પરિવારના મોભી છીનવાતા અટકાવવા ગુજરાતમાં વડોદરાથી અનોખી પહેલ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોની બેઠકમાં મનફાવે તેવા સમયે નીકળતા વાહનો અંગે કડક ચેતવણી એસટી બસ ચાલકોને સ્‍પીડ નિયંત્રણ, નિヘતિ સ્‍થાને જ સ્‍ટોપ, સ્‍ટોપ આસપાસના દબાણો દૂર કરવા પણ તાકીદ

રાજકોટ તા.૧૫: હેવી વાહનો નિયમોનો ભંગ કરી ગમે તે સમયે શહેરમાં નિヘતિ સમય જે રીતે નીકળે છે તે કોઈના લાડકવાયા, સિનિયર સીટીઝનો, માતાઓ, બહેનો સહુ માટે યમરાજ જેવા હોવાથી હવે આવા વાહનો એસટી હોય કે મહાનગરપાલિકા તમામે નિયમોનું પાલન કરવું પડે તેવુ સ્‍થિતિ વડોદરાના કાર્યદક્ષ અને ચુસ્‍તપણે નિયમોના આગ્રહી એવા પોલીસ કમિશ્વર નરસિંહમાં  કોમાર દ્વારા રાજ્‍યમાં અનોખી પહેલ કરી છે

કોઈ પરિપત્ર કરી સંતોષ માનવાને બદલે ભારે યમદૂત જેવા વાહનો પર નિયંત્રણ મૂકવા મહાનગરપાલિકાના અધિકારીઓ, જેમના વાહન હેરફેર કરતા હોય છે તેવા કોન્‍ટ્રાક્‍ટર વિગેરે સાથે તાકીદની બેઠક યોજી અને નિયમોના પાલન માટે કડક સૂચના આપી હતી.

એસટી બસો નિયત સ્‍થળે જ ઉભી રહે કોઈ ઓવર સ્‍પીડ ન થાય, બસ સ્‍ટોપ નજીકના દબાણો દૂર કરવા પણ તાકીદ કરી હતી . ભારે વાહનો નિヘતિ સમયે જ નિકળે તે પર ખાસ ભાર મૂકવામાં આવેલ. વડોદરામાં અકસ્‍માતો ઘટાડવા આ પહેલા  પણ પોલીસ કમિશનર દ્વારા થયેલ પ્રયાસોથી લોકોમાં પણ પ્રશંસા થઈ રહેલ છે.

(2:45 PM IST)