<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ડૉ. રતનકંવર ગઢવીચારણને શહેરી આરોગ્ય કમિશનરનો વધારાનો હવાલો: ડૉ. સંધ્યા ભુલ્લર હાજર ન થાય ત્યાં સુધી બેવડી જવાબદારી સંભાળશે

રાજ્યના આરોગ્ય વિભાગમાં વહીવટી સરળતા ખાતર આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો

ગાંધીનગર: રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આજે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડીને આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણને કમિશનર ઓફ હેલ્થ (અર્બન)નો વધારાનો હવાલો સોંપ્યો છે. જ્યાં સુધી ડૉ. સંધ્યા ભુલ્લર તેમની ફરજ પર હાજર ન થાય ત્યાં સુધી ડૉ. રતનકંવર આ વધારાની જવાબદારી વહન કરશે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યપાલના આદેશથી અને તેમના નામે બહાર પાડવામાં આવેલી આ નોટિફિકેશનમાં રાજ્યના આરોગ્ય વિભાગમાં વહીવટી સરળતા ખાતર આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ સરકારી આદેશ અનુસાર, વર્ષ ૨૦૦૯ની બેચના આઈએએસ અધિકારી ડૉ. (સુશ્રી) રતનકંવર એચ. ગઢવીચારણ, જેઓ હાલમાં કમિશનર ઓફ હેલ્થ (ગ્રામ્ય) અને એક્સ-ઓફિસિઓ મિશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, તેમને હવે કમિશનર ઓફ હેલ્થ (અર્બન), ગાંધીનગરના પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે
સામાન્ય વહીવટ વિભાગના આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વ્યવસ્થા કામચલાઉ ધોરણે કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૩ની બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર કમિશનર ઓફ હેલ્થ (અર્બન), ગાંધીનગર તરીકે તેમનો પદભાર સંભાળે નહીં, ત્યાં સુધી ડૉ. રતનકંવર ગઢવીચારણ આ વધારાનો ચાર્જ સંભાળશે.
સરકારના ઉપ સચિવ જૈમીન શાહની સહીથી આ હુકમ જારી કરવામાં આવ્યો છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.



 

(9:54 PM IST)