<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ધીરખાડી ગામમાં મકાનમાં આગની ઘટના મા ઘરવખરી બળી જતા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન મદદરૂપ બન્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ધીરખાડી ગામમાં એક મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળી જતા પરિવાર બેઘર બન્યું હોવાની જાણ નાંદોદ ધારાસભ્યને થતા તેમણે તત્કાલિક પરિવારને જરૂરી મદદ કરી હતી
   મળતી વિગતો અનુસાર સવારે ધીરખાડી ગામમાં રહેતા ઉલિયાભાઈ ગીમ્બિયાભાઇ વસાવાના ઘરમાં આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ ઘર સામાન સહિત રાખ બની ગયું હતું, બનાવની જાણ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને થતા તાત્કાલિક પરિવારને જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ રોકડ સહાય પહોંચાડી આ વિકટ ઘડીમાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો સાથે સરકાર તરફથી પણ જરૂરી સહાય તાત્કાલિક ધોરણે મળી રહે તે માટે અધિકારીઓને સૂચના આપી આ પરિવારને મદદરૂપ બન્યા હતા.

(10:06 PM IST)