<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુંબઈથી ૬૦ કિલોમીટર દૂર:પાલઘરની વિવાન્તા હોટલના રૂમ નંબર ૪૦૬, વિરોધ પક્ષ બીબીએના કાર્યકરો નેતાઓનો દરોડો: ડાયરી, લેપટોપ અને રોકડ; તાવડે વિરુદ્ધ ફરિયાદ દાખલ, મહારાષ્ટ્રમાં નોટ ફોર વોટ કેસમાં અત્યાર સુધી શું શું થયું? : બીબીએ પાર્ટીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુરે કહ્યું કે આ ઘટના બાદ વિનોદ તાવડેએ મને અનેક ફોન કર્યા, ભૂલ માટે માફી માંગી, હોટલમાંથી બહાર જવા દેવાની માંગ કરી. થોડા સમય પછી હિતેન્દ્ર ઠાકુર પોતે હોટેલ વિવાન્તા પહોંચ્યા. તાવડે અને ઠાકુરની સંયુક્ત પત્રકાર પરિષદ પણ ત્યાં યોજાવાની હતી. પરંતુ ચૂંટણી પંચની સૂચનાથી આ કોન્ફરન્સ અધવચ્ચે જ રદ કરવી પડી: ચૂંટણી પંચની ટીમે સ્થળ પરથી ૯,૯૩,૫૦૦ રૂપિયા જપ્ત કર્યા, એફઆઇઆર નોંધી, મતદાનના ૪૮ કલાક પહેલા વિરારમાં પ્રવેશવા બદલ તાવડે સામે કેસ નોંધવામાં આવ્યો, કારણ કે તાવડે આ વિસ્તારના મતદાર નથી. કલેકટરે કહ્યું કે તાવડેની કાર, હોટલ અને બેગની તપાસ ચાલુ છે11:29 PM IST

રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર સોમનાથમાં : ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો-વરિષ્ઠ સચિવો-ખાતાના વડાઓ-જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે : શિબીરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ અપાશે : રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે : સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે7:41 PM IST

 મવડીના ઓમનગરમાં કેટરર્સના ધંધાર્થી પ્રોૈઢ, તેના પુત્ર-પુત્રી પર પાંચ શખ્‍સોનો ધોકા-પાઇપથી હુમલો : બેફામ બટાઝટી બોલાવાઇઃ એક બીજા પર તૂટી પડયાના દ્રશ્‍યો સીસીટીવીમાં કેદ થયા, વાયરલ થયા :ભરતભાઇ મારડીયાને પીઝાનું કામ કરતાં કોમલબેન ચાવડાને ૫૦ હજાર ચુકવવાના બાકી હોઇ તેણીના ભાગીદાર ભગવતીપરાના વાલાભાઇ ડાંગર સહિતે ઓફિસે આવી ઉઘરાણી કરી હુમલો કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ :સામા પક્ષે વાલજીભાઇ ડાંગરની પણ વિશાલ અને ભરતભાઇ મારડીયા વિરૂધ્‍ધ ફરિયાદઃ રૂપિયા લેવા બોલાવી ગાળો દઇ રૂપિયા દેવાના થતાં નથી કહી હુમલો કરાયાનો આરોપઃ સાથે ભત્રીજા જયપ્રકાશને પણ ઇજાઃ બંને સારવારમાં3:03 PM IST

જયાં સુધી નિરાકરણ નહીં આવે ત્‍યાં સુધી લડાઇ ચાલુ રહેશે : કલ્‍પક મણિયાર : રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સર્જાયેલા કૌભાંડ બાબતે સંસ્‍કાર પરિવારના મોભીનો મોટો ધડાકો : મામા ભાણેજ ની લડાઈ, સત્તા માટેની લડાઈ કે વિચારધારા સામેની લડાઈ એ તો જે કૌભાંડો ચાલી રહ્યા છે એના પ્રત્‍યેથી ધ્‍યાનને ભટકાવવા માટેના આ બધા મુદ્દાઓ છેઃ તો એક પડાવ છે જે અમે હાંસિલ નથી કરી શકયા તો એનાથી અમારી લડત કે અભિયાન ચાલુ જ છે. અમે સાડા ત્રણ લાખ લોકોના હિતનું રક્ષણ કરવાના જ છીએ. ભારતમાં લોકો જાણે છે કે મણિયાર કુટુંબ સંઘ અને ભાજપનું આ વિસ્‍તારમાં પાયાના કુટુંબમાં નું એક છે. એટલે સપનામાં પણ અમને વિચાર ન આવે કે અમે સંઘ કે ભાજપ વિરુદ્ધ હોઈ શકીએ : જૂનાગઢમાં રેસીડેન્‍સીયલ પ્રોપર્ટીને કોમર્શિયલ બતાવી એની જંત્રી વેલ્‍યુ ઈનફલેટ કરી અને એનાથી પણ વધારે પ્રમાણમાં લોન આપી એને ફ્રોડ કહેવાય એમ આરબીઆઇએ સ્‍પષ્ટ જણાવ્‍યું હતું: તમે અમારું લોહી કાઢો તો બધાની લોહીમાંથી સંઘ અને ભાજપ જ નીકળે. સંઘ અને ભાજપના પાયામાં ૫૦ વર્ષથી હોય એને આવી રીતે ચીતરવાનું પ્રયત્‍ન કરવામાં આવે. હું ૩૨ વર્ષથી હતો અને આ બે મહિનાથી જ સંઘ અને ભાજપ વિરોધી થઈ ગયો? અને કયા મુદ્દાથી થયો? હું તો કૌભાંડ બહાર લઈ આવું છું : આટલું બધું ખોટું હોવા છતાં આપણે કોઈની સામે કંઈક કરીએ નહીં તો એ કેમ ચાલે? આવા તો ૨૦૦ એકાઉન્‍ટ. જો તેની બેલેન્‍સ કાઢીએ તો ૨૦ કરોડથી વધારે રકમ થાય. જુનાગઢ જેવા નાના ગામમાં આવડી રકમ હોય તો બીજી બ્રાંચોમાં પણ નહીં હોય એની શું ખાતરી? 3:49 PM IST

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી એમ.કે.પાલનું દુઃખદ અવસાનઃ અંતિમયાત્રા : ક્રાંતિકારી એડવોકેટ પાકિસ્‍તાનમાં આપણા માછીમારોને જેલમાંથી મુકત કરાવવા માટે સતત લડતા રહ્યા એવા જાણીતા સદ્‌ગતની અંતિમયાત્રામાં સગાસંબંધીઓ, જાણીતા એડવોકેટો, વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ અકિલા પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પણ : રેલ્‍વે વિભાગમાં નોકરી કરતા, રાજીનામું : આપી વકિલાતના વ્‍યવસાયમાં જોડાયા હતાઃ સિવિલ અને લેબર લોઝના કાયદાના નિષ્‍ણાંત હતાઃ પાક જેમાં બંદીવાન માછીમારો પરવિાર પાસેથી વિગતો મેળવી ભારત સરકારના વિદેશખાતા અને ભારતના પાકિસ્‍તાનમાં આપણા હાઇકમિશ્‍નર મારફત આ માછીમારોને છોડાવવાનું અભિયાન ચલાવ્‍યુ હતું11:53 AM IST

રાજકોટના સિનિયર ધારા શાસ્ત્રી એમ.કે.પાલનું દુઃખદ અવસાનઃ અંતિમયાત્રા : ક્રાંતિકારી એડવોકેટ પાકિસ્‍તાનમાં આપણા માછીમારોને જેલમાંથી મુકત કરાવવા માટે સતત લડતા રહ્યા એવા જાણીતા સદ્‌ગતની અંતિમયાત્રામાં સગાસંબંધીઓ, જાણીતા એડવોકેટો, વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ અકિલા પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી અર્પણ સદ્દગતનું શુક્રવારે બેસણું રેલ્‍વે વિભાગમાં નોકરી કરતા, રાજીનામું આપી વકિલાતના વ્‍યવસાયમાં જોડાયા હતાઃ સિવિલ અને લેબર લોઝના કાયદાના નિષ્‍ણાંત હતાઃ પાક જેમાં બંદીવાન માછીમારો પરવિાર પાસેથી વિગતો મેળવી ભારત સરકારના વિદેશખાતા અને ભારતના પાકિસ્‍તાનમાં આપણા હાઇકમિશ્‍નર મારફત આ માછીમારોને છોડાવવાનું અભિયાન ચલાવ્‍યુ હતું2:50 PM IST