<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

સાગબારાના ભાદોડ ગામે જુગાર રમતા ૦૯ જુગારીયાઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના દિવસે જ જુગાર રમતા કેટલાક જુગારીઓ પર સાગબારા પોલીસે લાલ આંખ કરી છાપો મારતા નવ જુગારીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

    મળતી વિગતો અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી. જુગારની ગે.કા.પ્રવૃતિ નાબુદ કરી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે આર.બી.દેવધા, નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલાનાઓના માર્ગદર્શન હેઠળ જે.એમ.લટા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો પ્રોહી/જુગારના વોચમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાદોડ ગામે આંબલીના ઝાડ નીચે જાહેરમા કેટલાક ઈસમો પત્તા પાનાનો હાર-જીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે ત્યાં રેઇડ કરતા જુગાર રમી રમાડતા તમામ ઇસમોને પકડી અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા. ૮,૫૬૦/- તથા દાવ પરના જુદા જુદા દરની ચલણી નોટો રૂા.૩,૭૯૦/- મળી કુલ્લે રૂા.૧૨,૩૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) કમલેશભાઈ ગણપતભાઈ વસાવા (૨) ગુમાનસિંગ જયપતભાઇ વસાવા (૩) સુરેશભાઈ ગોનજીભાઇ વસાવા (૪) રાજુભાઇ ગીરધરભાઇ વસાવા (૫) અનિલભાઇ કાથાભાઇ વસાવા (૬) અરવિંદભાઇ એમથાભાઇ વસાવા (૭) મગનભાઇ લક્ષ્મણભાઇ વસાવા (૮) વિક્રમભાઇ ચંદ્રસિંગભાઇ વસાવા (૯) દાદીભાઇ કોટીયાભાઇ વસાવા (તમામ રહે.ભાદોડ તા.સાગબારા જી.નર્મદા) 

(10:11 PM IST)