<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

મોંઘવારીનો માર : રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું જલેબીની ઘરાકી ડીમ જોવા મળી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેરમાં વર્ષોથી જાણીતા મીઠાઈના વેપારી છગનભાઇ પુરોહિતની પ્રખ્યાત દુકાન પુરોહિત સ્વીટમાં ઉત્તરાયણ પર્વમાં દર વર્ષની જેમ ઊંધિયું જલેબીની ખરીદીમા ગ્રાહકો ની ખાસ ભીડ જોવા મળી ન હતી.
  રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અનેક દુકાનો તેમજ લારીઓ પર ઊંધિયા જલેબીનું વેચાણ થાય છે છતાં અમુક ખાસ અને વિશ્વાસપાત્ર જાણીતી જગ્યાઓ પર ગ્રાહકોની ભીડ રહે છે ત્યારે આજે એકજ દિવસમાં રાજપીપળાના લોકો લાખો રૂપિયાના ઊંધિયા જલેબી ખાઈ ઉત્તરાયણની મજા માણી હતી, આ ખરીદી માટે રાજપીપળાના બજારોમાં ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો માટે રાજપીપળા પોલીસે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. જોકે હાલ મોંઘવારીના માર વચ્ચે દર વર્ષ કરતા ગ્રાહકોની સંખ્યા ઘટેલી જોવા મળી હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો બાળકો સાથે રાજપીપળામાં ખરીદી માટે જરૂર આવ્યા હતા.

(10:14 PM IST)