News of Thursday, 15th January 2026
ગુજરાત કેડરના આઈએએસ અનુપમ આનંદની અમદાવાદ સ્થિત 'ઈન-સ્પેસ'માં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક: લોચન સેહરાનું સ્થાન લેશે
અનુપમ આનંદનો કાર્યકાળ તેઓ પદભાર સંભાળે તે તારીખથી શરૂ કરીને પાંચ વર્ષના સમયગાળા માટે અથવા સરકાર તરફથી આગળનો આદેશ મળે ત્યાં સુધી, જે વહેલું હોય ત્યાં સુધી રહેશે.

રાજકોટ: કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્તિ સમિતિએ વર્ષ ૨૦૦૦ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી શ્રી અનુપમ આનંદને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્યરત 'ઈન-સ્પેસ', અમદાવાદમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ જવાબદારી સંભાળશે.
ભારત સરકારના પર્સોનલ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય હેઠળના પર્સોનલ અને ટ્રેનિંગ વિભાગ દ્વારા નવી દિલ્હીથી તારીખ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ કરેલા નિર્ણય મુજબ, ગુજરાત કેડરના વર્ષ ૨૦૦૦ની બેચના વરિષ્ઠ સનદી અધિકારી શ્રી અનુપમ આનંદની કેન્દ્રમાં મહત્વના પદ પર નિમણૂક કરવામાં આવી છે.
આ આદેશ અનુસાર, શ્રી અનુપમ આનંદ હવે અમદાવાદ ખાતે આવેલી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe) માં જોઈન્ટ સેક્રેટરી તરીકેનો હોદ્દો સંભાળશે. આ સંસ્થા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (અવકાશ વિભાગ) અંતર્ગત કાર્ય કરે છે.
શ્રી અનુપમ આનંદનો કાર્યકાળ તેઓ પદભાર સંભાળે તે તારીખથી શરૂ કરીને પાંચ વર્ષના સમયગાળા માટે અથવા સરકાર તરફથી આગળનો આદેશ મળે ત્યાં સુધી, જે વહેલું હોય ત્યાં સુધી રહેશે.
ઉલ્લેખનીય છે કે, તેઓ આ પદ પર વર્ષ ૨૦૦૨ની બેચના આઈએએસ અધિકારી શ્રી લોચન સેહરાનું સ્થાન લેશે. આ અંગેની સત્તાવાર જાણકારી ભારત સરકારના ડાયરેક્ટર સાક્ષી મિત્તલની સહીથી બહાર પાડવામાં આવેલી નોટિફિકેશનમાં આપવામાં આવી છે
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
