<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભર્યું સ્વાગત

કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ સહિતના દ્વારા આવકાર

(માહિતી બ્યુરો)ભાવનગર તા.૧૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે ભાવનગર એરપોર્ટ ખાતે  પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ના સ્વાગત પ્રસંગે કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી  નિમુબેન બાંભણિયા, મેયર  ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના, રેન્જ આઇ. જી. શ્રી ગૌતમભાઈ પરમાર, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:06 PM IST)