તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 16th January 2026
અમદાવાદ અને ગાંધીનગરમાં આકાર લેશે ભવ્ય ‘એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવ’; ૧૨૫ હેક્ટર જમીનમાં પાંચ ગામોનો સમાવેશ થશે અને ૧,૫૦,૦૦૦ ચોરસ મીટરથી વધુનું બાંધકામ થશે
અચર, ભાટ, હંસોલ, કોટેશ્વર અને મોટેરા ગામનો થશે સમાવેશ : ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે.

અમદાવાદ : ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓ વધારવા માટે સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) સ્પોર્ટ્સ એન્ક્લેવ પ્રોજેક્ટને વેગ આપ્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગરના કુલ પાંચ ગામોની જમીનનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં અચર, ભાટ, હંસોલ, કોટેશ્વર અને મોટેરા ગામનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ કુલ ૧૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે. મળતી માહિતી મુજબ, આ એન્ક્લેવમાં કુલ બાંધકામ વિસ્તાર ૧,૫૦,૦૦૦ ચોરસ મીટરથી પણ વધુ હશે, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
