<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયેલ ક્રિકેટ મેચમાં પુરુષોમાં દેડીયાપાડા અને મહિલાઓમાં સાગબારાની ટીમ ફાયનલ મેચ જીતી

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય ડો.દર્શનાબેન પણ હાજર રહ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાના શિક્ષક ભાઈઓની 6 ટીમની અને શિક્ષક બહેનોની 4 ટીમો હાજર રહી હતી. શિક્ષકો ભાઈઓ ની ટીમો સામસામે ક્રિકેટર મેચ રમતા અંતે ફાયનલ  મેચ નાંદોદ અને  દેડિયાપાડા વચ્ચે યોજાઈ જેમાં વિજેતા દેડિયાપાડા અને ઉપ વિજેતા નાંદોદની ટીમ બની હતી. એવીજ રીતે બહેનો ની ક્રિકેટ મેચ માં ફાઈનલ સાગબારા અને દેડિયાપાડા વચ્ચે રમાઈ જેમાં વિજેતા સાગબારા બની હતી.આ વિજેતા ટીમોને મોમેન્ટો અને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌપ્રથમ ઉદ્ઘાટનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશ ભગત, મહામંત્રી સુરેશ વસાવા, ખજાનચી દિનેશ બારીયા જિલ્લા સંઘ અને રાજ્ય સંઘના કારોબારી સભ્યઓ, તમામ ઘટક સંઘના પ્રમુખ મંત્રી અને ખજાનચીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા પણ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પણ હાજર રહ્યા હતા. અને તેઓએ ખેલાડીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

(9:47 PM IST)