<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

GST રિટર્નમાં વેપારીથી અજાણતા થયેલી ભૂલો સુધારી લેવાની તક આપો

ગુજરાત હાઈકોર્ટનો મહત્‍વપૂર્ણ ચૂકાદો : વેપારીની ભૂલને કારણે સરકારને આવકનું કોઈ નુકસાન ન થતું હોય, ત્‍યાં ભૂલ સુધરવાની મંજૂરી આપવી જ જોઈએ

અમદાવાદ તા.૧૭: ગુડ્‍સ એન્‍ડ સ વસ ટેક્‍સનું રિટર્ન ફાઈલ કરવામાં વેપારીથી અજાણતા જ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેવા સંજોગોમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના અધિકારીએ તે ભૂલ સુધારી લેવાની તક વેપારીઓને આપવી જોઈએ, એવો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એ.એસ. સુપૈયા અને ન્‍યાયાધીશ પ્રણવ ત્રિવેદીની બેન્‍ચે આપ્‍યો છે. વેપારીઓને જીએસટીઆર-૧ અને જીએસટીઆર ૩-બીમાં સુધારો કરવાની છૂટ મળવી જ જોઈએ. તેમાંય ખાસ કરીને વેપારીની પ્રસ્‍તુત ભૂલને કારણે સરકારને જીએસટીની આવકમાં કોઈ જ નુકસાન ન થતું હોય ત્‍યારે વેપારીઓને તેમના રિટર્ન સુધારવાની છૂટ આપવી જ જોઈએ.

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાં જણાવવામાં આવ્‍યું છે કે સ્‍ટેટ જીએસટી અને સેન્‍ટ્રલ જીએસટી એક્‍ટની કલમ ૩૭, ૩૮ અને ૩૯નું હેતુલક્ષી અને વ્‍યાવહારિક અર્થઘટન કરવું જરૂરી છે. માત્ર જીએસટીના પોર્ટલની પ્રક્રિયાત્‍મક અથવા ટેકનિકલ મર્યાદાઓના કારણે ભૂલ સુધારવાની કાયદાકીય જોગવાઈઓને પ્રભાવહીન બનાવી શકાય નહીં. તેમાંય ખાસ કરીને ભૂલ અજાણતા જ થયેલી કે પછી કોઈ ફોડ કે અયોગ્‍ય લાભનો આરોપ તેમાં ન થયેલો હોય અને સરકારને કોઈ આર્થિક નુકસાન ન થતું હોય તો ભૂલ સુધારી લેવાની તક આપવી જ જોઈએ.

આ ચૂકાદોમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું હતું કે જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીઓ ન્‍યાયની પ્રક્રિયા પર હાવી ન થવી જોઈએ. કલમ ૩૭(૩) અને ૩૯(૯)ની જોગવાઈઓનો કડક અમલ કરવાને પરિણામે કાયદાની રચના પાછળની મૂળભૂત ભાવનાનો નાશ થવો ન જોઈએ.

આ કેસમાં અરજદારો દ્વારા ચૂકવવામાં આવેલા જીએસટી કરતાં તેમને પરત કરવા જણાવેલી ઈનપુટ ટેક્‍સ ક્રેડિટની રકમ ઘણી જ વધારે હતી. તેથી વિભાગની કાનૂની વ્‍યાખ્‍યા માન્‍ય રાખવામાં આવે તો પણ સ્‍થિતિ સંપૂર્ણપણે રેવન્‍યુ ન્‍યુટ્રલ હોવાનું જીએસટીના અધિકારીઓ પણ સાબિત કરી શક્‍યા નથી. તેમ જ સુધારો કરવાની મંજૂરી આપવાથી સરકારને કોઈ આર્થિક નુકસાન થશે તેમ પણ નથી

પરિણામે ગુજરાત કોર્ટે જવાબદાર અધિકારીઓને આદેશ આપ્‍યો કે જીએસટી પોર્ટલ ખોલીને અરજદારોને જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીમાં સુધારો કરવાની તક નિર્ધારિત સમયધમ આપવી જોઈએ. તેના વિકલ્‍પરૂપે મેન્‍યુઅલ આપવામાં આવવી જોઈએ. અછકાયદા મુજબ પ્રક્રિયા કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્‍યો હતો. આમ કોર્ટમાં જીએસટી કચેરીની કારણદર્શક નોટિસ-શો-કોઝ નોટિસ ટકી શકી નહોતી. હાઈકોર્ટે રિટ અરજીઓ મંજૂર કરીને પડકારાવામાં આવેલો જીએસટી કચેરીનો  આદેશ કાયદેસર ન હોવાનું ઠરાવ્‍યું હતું.

આ કેસમાં અરજદારો મોટર વાહનોના ખરીદનારાઓ હતા. તેમણે વેચનાર દ્વારા યોગ્‍ય રીતે જારી કરાયેલા ટેક્‍સ ઈનવોઈસને આધારે ઇનપુટ ટેક્‍સ ક્રેડિટની માગણી મૂકી હતી. ત્‍યારબાદ વેચનારએ સેલ્‍સ સ્‍કીમ હેઠળ પોસ્‍ટ-સેલ ડિસ્‍કાઉન્‍ટ માટે અરજદારોને ક્રેડિટ નોટ્‍સ જારી કરી હતી. તેના અનુસંધાનેમાં અરજદારોએ વેચનારને સમાન રકમની ડેબિટ નોટ્‍સ જારી કરી હતી. આ ડેબિટ નોટ્‍સ પર લાગતી જીએસટી જવાબદારી જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બી રિટર્નમાં દર્શાવીને ચૂકવી દીધી હતી હકીકતમાં, અરજદારોએ ડિસ્‍કાઉન્‍ટ સંબંધિત ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ અસરકારક રીતે રિવર્સ કરી હતી. પરંતુ જીએસટીના પોર્ટલ પર ક્રેડિટ નોટ મચિગ દ્વારા ઈનપુ ટેક્‍સ ક્રેડિટ ઘટાડવા બદલે ડેબિટ નોટ પર ટેક્‍સ ચૂકવવાનો માર્ગ અપનાવ્‍યો હતો.

(9:59 AM IST)