News of Saturday, 17th January 2026
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાનો વધતો ઉપયોગ :છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 11.50 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી
જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો

અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાના કારણે છેલ્લા 3 વર્ષોમાં મુસાફરોને સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહનનો અનુભવ મળ્યો છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં મેટ્રોનો ઉપયોગ વધી રહયૉ છે, ગત ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે.
મહિના અનુસાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સંખ્યા 2024માં વધીને માસિક અંદાજે 27થી 35 લાખ નોંધાઈ હતી. વર્ષ 2025માં આ આંકડામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
