<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

નર્મદા : હિજડામહુડી ગામે દાદાએ કામ બાબતે ઠપકો આપતા પૌત્રએ ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના હિજડામહુડી ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

    મળતી માહિતી મુજબ મરનાર ઉમેશભાઇ મુકેશભાઇ તડવી (ઉ.વ.૨૫ )(હાલ રહે.હિજડામહુડી તા તિલકવાડા જી.નર્મદા મુળ રહે. અક્તેશ્વર તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓને તેમના દાદાએ જણાવેલ કે તુ કોઇ કામ ધંધો કરતો નથી, ફર્યા કરે છે તેમ કહેતા તેને મનમાં લાગી આવતા હિજડામહુડી ગામની પ્રાથમિક શાળા પાસે પોતાની જાતે ઝેરી દવા પી જતા બેભાન હાલતામાં પ્રથમ સારવાર તિલકવાડા સરકારી દવાખાનામાં કરી વધુ સારવાર માટે બેભાન હાલતમાં પ્રમુખ સ્વામી હોસ્પીટલ ખાતે લઈ જઈ સારવાર માટે દાખલ કરેલ ત્યાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર એ મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.


 

(10:36 PM IST)