તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Saturday, 17th January 2026
ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અનુપમ આનંદની કેન્દ્ર સરકારમાં બદલી
કેન્દ્ર સરકાર દ્વારા તેમને Department of Space હેઠળ કાર્યરત IN-SPACe અમદાવાદ ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા

અમદાવાદ :ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી શ્રી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે કેન્દ્ર સરકારના હવાલે મુકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને Department of Space હેઠળ કાર્યરત IN-SPACe (Indian National Space Promotion and Authorization Center), અમદાવાદ ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂક તેઓ પદભાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ અથવા આગામી આદેશ આવે ત્યાં સુધી, જે પહેલું થશે તે સમયગાળા માટે રહેશે. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અને નીતિગત અમલીકરણ માટે કાર્યરત IN-SPACe જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં તેમની નિમણૂકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
અનુપમ આનંદે અગાઉ ગુજરાત રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ વહીવટી પદો પર રહીને સેવા આપી છે. તેમની કાર્યક્ષમતા અને પ્રશાસનિક અનુભવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે
થોડાક સમય પહેલા રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિલ સેક્રેટરી તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. .
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
