<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

રાજપૂત જાગીરદાર સમાને 15 મુદ્દાનું નવું બંધારણ જાહેર કર્યું

બનાસકાંઠાના વડા ગામે મહાસંમેલન યોજાયુઃ કુરિવાજોને જાકારો આપવા નિર્ણય

વાવ: બનાસકાંઠાના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાજપૂત જાગીરદાર સમાજનું નવું બંધારણ ઘડાયું હતું.  કુરિવાજોને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી રાજપૂત જાગીરદાર સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. 15 મુદ્દાનું નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. આવો જાણીએ આ નવા કાયદા વિશે.

દીકરા દીકરીબાની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને પહેરામણી 2100 રૂપિયા લેવી અને આપવી, સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જવું  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગમાં જુગાર રમવું નહીં અને રમવા દેવો નહીં. દીકરા દીકરીબાના લગ્નમાં વરરાજાને એક વીંટી, ઘડિયાળ,સાફો,સેલુ અને એક જોડી કપડા તથા રોકડ ચાંદલામાં રૂ. 1100 લેવા અને આપવા.   દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે મોરવીને એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી.  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે ચોરીમાં બે વ્યક્તિઓ એ હાજર રહેવું.  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે 11 જોડી કપડાં લેવા અથવા આપવા.  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે કલાકારો, ડીજે તથા બેન્ડ લાવવું નહીં.  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે હલ્દી પ્રથા બંધ.   દીકરાના લગ્ન પ્રસંગે વરઘોડામાં ઘોળ પ્રથા સદંતર બંધ.  દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જવું.  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે ઝાપા શીખ સદંતર બંધ કરવી.  દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે બારણું રોકવાનો કોઈ દાગીનો લેવો નહીં તેની જગ્યાએ મર્યાદિત રોકડ રકમ આપવી. 
 સાથે 13 મરણ પ્રસંગે ભાતી લેવી નહીં કે આપવી નહીં ,મરણ પ્રસંગે બારા તેરસ લેવી કે આપવી નહીં નો નિર્ણય કરાયો છે. મરણ પ્રસંગે આવતા મહિમાનોને ભાડા આપવા કે લેવા નહીં  અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જવું  મરણ પ્રસંગે સાડી આપવી નહીં ફક્ત રૂપિયા 20 કે 50 આપવાનો નિર્ણય કરાયો છે.

(3:42 PM IST)