તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 18th January 2026
સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં નકલી ડોક્ટર ઝડપાયો
રાજુભાઇ કાળુભાઇ સિપાઇ છેલ્લા ૧૦ વર્ષથી કરતો હતો સારવારઃ એસઓજીએ પકડયો

અમદાવાદઃ સાણંદ GIDC વિસ્તારમાં નકલી ડોક્ટર ઝડપાયો છે. જેમાં સાણંદ તાલુકાના વિરોચનગર ગામમાં ડિગ્રી વિના સારવાર કરતો હતો. ત્યારે અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેમાં રાજુ કાળુભાઈ સિપાઈ નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 10 વર્ષથી સારવાર આપતો હતો. તેમાં દવા, ઇન્જેક્શન સહિતની સામગ્રી SOGએ જપ્ત કરી છે.
અમદાવાદ ગ્રામ્ય SOG એ સાણંદના વિરોચનનગર ખાતેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી ગુજરાત સરકારના મેડિકલ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો. તેની પાસેથી 9,490નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ, SOG સ્ટાફ સાણંદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ જનકસિંહ અને હેડ કોન્સ્ટેબલ ત્રિલોકકુમાર પોપટલાલને ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે, વિરોચનનગર ગામમાં તોસીફખાન અકબરખાન પઠાણની દુકાનમાં ભાડેથી ક્લિનિક ચલાવતા રાજુભાઈ કાળુભાઈ સિપાઈ (ઉંમર 45, રહે. ફતેવાડી કેનાલ, અલખૈબર મકાન નં. 66, સરખેજ) ને પકડવામાં આવ્યો. તે ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો.
પોલીસે તેની પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
