News of Sunday, 18th January 2026
ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવતીકાલથી સ્વિત્ઝર્લેન્ડના દાવોસ જશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા પ્રયાસ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે: દાવોસમાં વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને અર્થશાસ્ત્રીઓ એકઠા થતા હોય છે

ગાંધીનગર: સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ડેલિગેશન ભાગ લેશે, જે રાજ્યમાં નવા ઉદ્યોગો લાવવા માટે બેઠકો કરશે.
વર્ષ ૨૦૨૬ની વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુ.ઈ.એફ.)ની વાર્ષિક બેઠક સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાવા જઈ રહી છે. આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્ય સરકારનું એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન રવાના થશે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી કરશે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ મુલાકાત ૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાશે. દાવોસમાં વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને અર્થશાસ્ત્રીઓ એકઠા થતા હોય છે. ગુજરાત સરકાર આ તકનો લાભ લઈને રાજ્યમાં ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે પ્રયાસ કરશે.
હર્ષ સંઘવી અને તેમની ટીમ વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણની સાનુકૂળ નીતિઓ વિશે માહિતી આપશે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
