<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

સુરતના સલાબતપુરા પોલીસને મોટી સફળતા : 11 મોટરસાયકલ સાથે બાઈક ચોરને ઝડપી લેવાયો : છ ગુન્હાનો ભેદ ઉકેલાયો

પકડાયેલો આરોપી દોઢેક મહિનાથી બેકાર હોય મોજશોખ અર્થે રૂપિયાની જરૂર પડતા વાહન ચોરી કરતો હતો.

સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમે ચોરીના 11 મોટર સાયકલ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. પકડાયેલો આરોપી દોઢેક મહિનાથી બેકાર હોય મોજશોખ અર્થે રૂપિયાની જરૂર પડતા વાહન ચોરી કરતો હતો.

 

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સલાબતપુરા પોલીસ વિસ્તારમાં 6 જગ્યાએ વાહન ચોરીના બનાવ બન્યા હતા. તેને લઈને સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ તપાસીને આરોપી શાકીર ઉર્ફે અંધા રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની છે, અને સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી ચોરીની 11 મોટરસાયકલ કબજે કરી હતી.

 

પોલીસ તપાસમાં સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા દોઢેક મહિનાથી બેકાર હોય જેથી મોજશોખ અર્થે રૂપિયાની જરૂર પડતા વાહન ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આરોપી ભીડભાડમાં પાર્ક કરેલા જુના મોડલના વાહન ટાર્ગેટ કરતો, અને ડુપ્લીકેટ ચાવી વડે હેન્ડલ લોક ખોલી ચાલુ કરી નાસી જતો હતો.

 

(7:06 PM IST)