News of Sunday, 18th January 2026
ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણના આયોજનમાં બેદરકારી ખુલ્લી : જોખમી રીતે પ્રવેશ માટે લોકો મજબૂર બન્યા
જોખમી સળિયાઓ પરથી દરિયાકાંઠે પતંગ રસિકો પહોંચ્યા હતા ત્યારે જો કોઈ દુર્ઘટના બને કે ઈજા થાય તો જવાબદાર કોણ?

આણંદ: ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણના આયોજનમાં બેદરકારી સામે આવી છે. તંત્રના આયોજનના અભાવે જોખમી રીતે પ્રવેશ માટે લોકો મજબૂર બન્યા છે. જોખમી રીતે રસ્તો મળે ત્યાંથી લોકો પ્રવેશ કરવા માટે મજબૂર બન્યા છે. જોખમી સળિયાઓ પરથી દરિયાકાંઠે પતંગ રસિકો પહોંચ્યા હતા ત્યારે જો કોઈ દુર્ઘટના બને કે ઈજા થાય તો જવાબદાર કોણ? વહીવટીતંત્રની ગંભીર બેદરકારીના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.
કલેક્ટર તમામ સુવિધા સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે ખંભાતના દરિયાકાંઠે પતંગોત્સવ ઉજવાય છે. જેમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે ખંભાતના દરિયા કિનારે પહોંચ્યા હતા. પરંતુ, તેવામાં વહીવટી તંત્રએ યોગ્ય આયોજન ન કરતા લોકોએ દરિયાકાંઠે પહોંચવા માટે જોખમ ખેડવાનો વારો આવ્યો હતો .
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
