<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

કડીમાં ધનાલી ગામમાં મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો અને પંખા મળીને કૂલ 60 હજાર રૂપિયાની ચોરી

રાત્રે 2.15થી 3.45 વાગ્યા દરમિયાન બે શખ્સો ચોરી કરતાં સીસીટીવીમાં કેદ :મંદિરના પૂજારી ભગતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ

મહેસાણાના કડીમાં ધનાલી ગામમાં મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતાં. હનુમાનજીના મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત મહાદેવના મંદિરમાં ચોરી કરી હતી. મંદિરની જાળીનું તાળુ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. તસ્કરોએ મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો અને પંખા મળીને કૂલ 60 હજાર રૂપિયાની ચોરી કરી હતી. રાત્રે 2.15થી 3.45 વાગ્યા દરમિયાન બે શખ્સો ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા હતાં. મંદિરના પૂજારી ભગતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

(9:22 PM IST)