<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

પારુલ યુનિવર્સિટીનો આર્યન પાટીલ 15th નેશનલ સોટોકેન કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ચારુશત યુનિવર્સિટી  ચાંગા દિનશા પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 17,18 જાન્યુઆરી 2026 ના રોજ નિયોન સોતોકેન કરાટે એસોસિએશન દ્વારા 15મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દેશના અલગ અલગ રાજ્યના 1500 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં  પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલ ઓપન કેટેગરીમાં કુમિતિમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ વિજેતા બન્યો આર્યન પ્રતીક કરાટે એકેડેમીમાં કરાટેની તાલીમ મેળવે છે આર્યન પાટીલ કરાટે માં બ્લેકબેલ્ટ  ની ડીગ્રી પ્રાપ્ત કરી વિવિધ કોમ્પિટિશનમાં અત્યાર સુધી 20 થી વધુ મેડલો વિજેતા બનેલ છે તેના પિતા કલ્પેશ પાટીલ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.


 

(10:24 PM IST)