<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વખત : સુરત SOG એ 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર ઝડપ્યું : 7 આરોપીની ધરપકડ

શહેરમાં એક ગેંગ વડોદરાથી કોબ્રા સાપનું ઝેર તસ્કરી કરી વહેંચવા સુરત લાવ્યા હોવાથી એસઓજીએ છટકું ગોઠવ્યું :કોબ્રા સાપના ઝેરના બદલે કરોડો રૂપિયા આપવાની પીઆઈએ ઓફર આપી:આ ઓફરમાં ટોળકી લાલચમાં આવી ગઈ

ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વખત સુરત SOG એ 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર પકડી પાડ્યું છે. શહેરમાં એક ગેંગ વડોદરાથી કોબ્રા સાપનું ઝેર તસ્કરી કરી વહેંચવા સુરત લાવ્યા હતા. આરોપીઓને પકડવા Sog pi એ પી ચૌધરી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. કોબ્રા સાપના ઝેરના બદલે કરોડો રૂપિયા આપવાની પીઆઈએ ઓફર આપી હતી. આ ઓફરમાં ટોળકી લાલચમાં આવી ગઈ અને મીટીંગ માટે સરથાણામાં મળવા તૈયાર થઈ હતી.

  મિટિંગમાં જેવા લોકો આવ્યા કે પોલીસે તેમને દબોચી લીધા હતા  Sog પોલીસે કુલ 7 આરોપી ને 5.85 કરોડના કોબ્રા સાપના ઝેર સાથે ઝડપી પાડ્યા છે. હાલ 7 આરોપીની ધરપકડ કરીને ઝેર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ખાસ કરીને પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેરનો ઉપયોગ 1. બ્લડ પ્રેશરની દવા બનાવવા, 2. લોહી ગંઠાવવાની દવા બનાવવામાં, 3. હાર્ટ એટેકથી બચવા માટેની દવા, 4. સાપના ઝેરમાંથી એંટી વેનોમ દવા બનાવવામાં આવે છે. જે સાપ કરડ્યા પછી તેના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે.5. કેન્સરના ઉપચારની દવા બનાવવા પણ ઉપયોગમાં લેવાય છે. તે સાથે કેટલાક ઇસમો દ્વારા રૅવ પાર્ટીઓમાં નશા માટે ઉપયોગ કરે છે.

 

(8:54 PM IST)