<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

અંબાજીમાં મા ઉમિયાના ભવ્ય વિશ્રાંતિગૃહનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૫ જાન્યુઆરીએ થશે ઉદ્ઘાટન

યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઉમિયાધામ ખુલ્લું મુકાશે : દાતાઓના ઉદાર સહયોગથી નવનિર્મિત ભવનમાં એસી રૂમ, સ્યુટ અને અન્નપૂર્ણા હોલની સુવિધા ઉપલબ્ધ

અંબાજી : આરાસુરી અંબાના ધામમાં દર્શનાર્થે આવતા લાખો ભક્તોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા નિર્મિત અત્યાધુનિક વિશ્રાંતિગૃહ 'જય સોમનાથ (JSIW) ઉમિયાધામ' તૈયાર થઈ ગયું છે. આ નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ ૨૫ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે અંબાજીમાં જૂના નાકા પાસે, હનુમાન મંદિરની સામે યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ભવનનું ઉદ્ઘાટન કરશે.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ અને આશીર્વચન આ ગરિમામય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગાયત્રી ઉપાસક અને કથાકાર ડૉ. મમતાબેન વી. પંડિત આશીર્વચન પાઠવશે. સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ (બી.જે.પી.), ઉપપ્રમુખ રમેશભાઈ પ્રહલાદભાઈ પટેલ (દૂધવાળા), માનદ્ મંત્રી જયંતિભાઈ હરગોવિંદદાસ પટેલ અને ઉપપ્રમુખ મૌલેશભાઈ ડાહ્યાભાઈ ઉકાણી સહિતના અગ્રણીઓ આ અવસરે નિમંત્રક તરીકે ઉપસ્થિત રહેશે.
ભવનની વિશેષતાઓ અને ઉપલબ્ધ સુવિધાઓ અરવલ્લીની પહાડીઓના સાનિધ્યમાં બનેલા આ ઉમિયાધામમાં યાત્રિકો માટે અનેક સગવડો ઉભી કરવામાં આવી છે:
 * ૭૨ જેટલા અત્યાધુનિક એસી રૂમ અને ૨ આલિશાન સ્યુટ રૂમ.
 * ભોજન માટે અન્નપૂર્ણા એસી હોલ અને સામાજિક પ્રસંગો માટે મલ્ટીપર્પઝ હોલ.
 * ભવનમાં લિફ્ટની સુવિધા, વિશાળ પાર્કિંગ અને યાત્રિક સંઘો માટે અલગ રસોડા શેડની વ્યવસ્થા.
દાતા શ્રેષ્ઠીઓનો ઉમદા સહયોગ આ ભવનના નિર્માણમાં અનેક દાતાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મુખ્ય નામકરણ દાતા તરીકે બાબુભાઈ કે. પટેલ, રમેશભાઈ કે. પટેલ અને તેમનો પરિવાર (જય સોમનાથ પરિવાર-ખોરજવાળા, JSIW ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.) જોડાયા છે. અન્નપૂર્ણા એસી હોલના દાતા ગોવિંદભાઈ અંબાલાલ પટેલ (કામેશ્વર પરિવાર) છે. મલ્ટીપર્પઝ હોલ માટે દિલીપભાઈ પી. પટેલ (રાજા ઇન્ડસ્ટ્રીઝ), બાબુભાઈ એન. પટેલ (મુખી) અને ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ (સનહાર્ટ ગ્રુપ) એ સહયોગ આપ્યો છે. મધ્યસ્થ કાર્યાલય માટે પ્રહલાદભાઈ અંબાલાલ પટેલે દાન આપ્યું છે.
આ સિવાય લિફ્ટના દાતા તરીકે રમિલાબેન ઈશ્વરભાઈ શિવરામભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ લાલજીભાઈ પટેલ જોડાયા છે. કોરીડોરના દાતાઓમાં કિરીટભાઈ ભૂદરભાઈ પટેલ (ભારત ડેરી), શિવરામભાઈ ઈશ્વરલાલ પટેલ, નટવરભાઈ કેશવભાઈ પટેલ, મુકેશભાઈ રમણીકભાઈ પટેલ અને મેનાબેન કાન્તિલાલનો સમાવેશ થાય છે. સ્યુટ રૂમ માટે માતૃશ્રી ગૌરીબા ગણેશભાઈ પટેલ અને સીતાબેન એન. પટેલ (પટેલ એરટેમ્પ લિ.) એ સહયોગ આપ્યો છે. ભવનના વિવિધ રૂમો માટે માર્કેટયાર્ડ કોમર્શીયલ કો.ઓ. બેંક લિ.-ઊંઝા, શારદાબેન રમેશભાઈ, વસંતભાઈ ત્રિભોવનદાસ, ડાહ્યાભાઈ માનચંદદાસ, મણીલાલ ચેલાભાઈ, શારદાબેન તુલશીભાઈ, મહેશભાઈ ત્રિભોવનદાસ, શૈલેષભાઈ મોતીરામ, બળદેવભાઈ બી. પટેલ, કૈલાશબેન ગોરધનભાઈ, ચિરાગકુમાર કાન્તિલાલ, મણીલાલ નાથાલાલ, દિવાળીબેન વિઠ્ઠલભાઈ, કરશનભાઈ શંકરદાસ, સુરેશભાઈ કાનજીભાઈ, ચંદ્રકાન્તભાઈ ગોવિંદભાઈ, સંદિપભાઈ નરેન્દ્રભાઈ, નારાયણભાઈ અંબારામદાસ, અમથીબેન કાનજીભાઈ, છબીલદાસ તુલસીદાસ, મફતલાલ બેચરદાસ, મુકેશભાઈ પટેલ (મલ્ટી ઇન્ફોમિડીયા), ભીખુભાઈ સોમાભાઈ, મનુભાઈ પ્રાણદાસ, અંબાલાલ કાનજીભાઈ, પ્રહલાદભાઈ મોહનલાલ, પ્રહલાદભાઈ ઈશ્વરલાલ, જગદીશભાઈ અંબાલાલ, કલાવતીબેન સુરેશભાઈ, જ્યોત્સના હિતેન્દ્ર પટેલ, હીરાબેન કુબેરભાઈ, ડૉ. નટુભાઈ રણછોડદાસ, હંસાબેન હર્ષદભાઈ, સોહાગ જયંતિભાઈ પટેલ, બબાભાઈ જોઈતારામ, વિજયકુમાર નટવરલાલ, પ્રકાશકુમાર જયંતિલાલ, રમેશભાઈ કાન્તિલાલ, ચંદ્રકાન્તભાઈ પટેલ (સી પી વાઈઝર), વસંતભાઈ કેશવભાઈ, લક્ષ્મીબેન હરગોવનભાઈ, હસમુખભાઈ મોહનલાલ, લીલાચંદ વિરદાસ, નવીનભાઈ કાનજીભાઈ, દિલીપભાઈ નારાયણભાઈ, રતિભાઈ માનચંદદાસ, મંજુલાબેન જયંતિભાઈ, ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીયેશન, અજયકુમાર દર્શનકુમાર એન્ડ કું., પરસોત્તમભાઈ અંબારામદાસ, બાબુભાઈ અંબારામદાસ, અલકાબેન કાન્તિભાઈ, બબીબેન ભાનુભાઈ જોષી, પશીબેન પરસોત્તમદાસ અને મેનાબેન જીવરામદાસ જેવા અનેક શ્રેષ્ઠીઓનું યોગદાન રહ્યું છે.
તેમજ હીરાબેન અમૃતલાલ પટેલ, મનુભાઈ મફતલાલ પટેલ, હીરાબેન સોમાભાઈ, સુરેશભાઈ સવજીભાઈ, શિલ્પાબેન સીતારામભાઈ, મહેશભાઈ ઈશ્વરલાલ, મનિષભાઈ જયંતિભાઈ, શાન્તાબેન પરસોત્તમદાસ, મનુભાઈ લક્ષ્મીચંદભાઈ, વિષ્ણુભાઈ રામભાઈ, ગૌતમકુમાર હર્ષદભાઈ અને વસંતભાઈ મફતલાલ જેવા દાતાઓએ પણ ભવનના નિર્માણમાં આર્થિક આહુતિ આપી છે.

(9:47 PM IST)