તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૪ શનિવાર
આઠેક મહિનાથી બંધ પોઇચા પુલની કામગીરી ખોરંભે: રાજપીપળાથી વડોદરાને જોડતો શૉર્ટકટ પોઇચા પુલ બંધ કરાતાં લોકો લાંબો ફેરો ફરવા મજબૂર
કોઈક જિલ્લામાં બ્રિજ તૂટવાની ઘટના બને તો તંત્ર દરેક જિલ્લાઓના બ્રિજની મજબૂતાઈ તપાસે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :થોડા સમય પહેલા મોરબી માં પુલ તૂટવાની ઘટનામા 135 જેવા લોકો ના મોત થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું અને દરેક જિલ્લાના પુલની મજબૂતાઈ પર સવાલ ઉઠ્યા અને આવી ઘટનાઓ બન્યા બાદ રાજપીપળાથી વડોદરાને જોડતા પોઇચા પુલની કામગીરી માટે પુલ બંધ તો કરાયો પરંતુ ત્યાં કોઈ કામગીરી ચાલતી નથી જેથી રાજપીપળાથી જતા કે વડોદરા તરફથી આવતા લોકોને વાયા ગરૂડેશ્વર ફરી લાંબો ફેરો ફરવો પડે છે જેમાં સરકારી કે ખાનગી વાહનો માં જતા આવતા લોકોને ભાડું વધુ આપવું પડતું હોવાથી આર્થિક ફટકો પણ વેઠવો પડે છે. તંત્રએ પોઇચા પુલનું કામ કરવું ન હતું તો આઠ મહિનાથી પુલ બંધ કેમ કર્યો..?
જોકે પોઇચા પુલ ભૂતકાળમાં ઘણીવાર મરામત માટે મહિનાઓ બંધ રાખી કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં હજુ આ પુલ મજબૂત નથી..? કે ફક્ત નાટ્યાત્મક રીતે આ પુલ બંધ કરી ત્યાં કોઇજ કામગીરી થતી જણાતી નથી. તંત્ર આ પુલ વહેલીતકે ખુલ્લો કરી લોકોને પડતી તકલીફમાંથી મુક્ત કરે તેવી લોકમાંગ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
