<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે ઉદ્યોગ સાહસિકતા તાલીમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

આ ઉદ્ઘાટન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી આર. એમ. કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ ઓફ ઇન્ડિયા (EDII) ગાંધીનગરના ઉપક્રમે નર્મદા જિલ્લાની કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગ સાહસિકતા નીતિ હેઠળ પાંચ દિવસની તાલીમ તા. 19/01/ 2026 થી 23/01/2026 સુધી યોજવામાં આવેલ છે. તેનો ઉદ્ઘાટન સમારોહ તા.19/01/2026 ના રોજ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદ તાલુકાના ધારાસભ્ય  ડો.દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.   

    કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધી દ્વારા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખનું સ્વાગત કરી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની જરૂરિયાત અને રાજપીપળાની શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ભણતર સાથે રોજગાર મેળવવા અગ્રતા આપવામાં આવે છે તે અંગે મહેમાનોને અને વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા. EDI કોર્ડીનેટર આરીફ ભાઈએ પાંચ દિવસીય તાલીમ શિબિર  અંગે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી.

  ગયા વર્ષે પણ આવી તાલીમ ફેબ્રુઆરી 2025 માં યોજવામાં આવી હતી જેમાંથી આર.એમ. કોમર્સ કોલેજના 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને છ જેટલા વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.  જેને સરકાર તરફથી ₹40,000 ની દરેક સ્ટુડન્ટને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે સહાય આપવામાં આવી હતી.ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. દર્શનાબેનએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું તે માટે તેમણે સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને નવું સાહસ ઊભું કરવા માટે ઉત્સાહ વધાર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન 2047 અતર્ગત ઉદ્યોગ સાહસિકતા જ દેશને વિશ્વની આર્થિક મહા સત્તામાં આગળના ક્રમ પર લઈ જઈ શકે તેમ છે તે વિશે વિદ્યાર્થીઓને કોઈને કોઈ ઉદ્યોગ કરવા પ્રેરણા આપી હતી. 

  કાર્યક્રમમાં કોલેજનો શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફ ,તાલીમ લેવા આવેલ વિદ્યાર્થીઓ તથા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌનો આભાર કોલેજના પ્રાધ્યાપિકા અનેEDC કોર્ડીનેટર કિંજલબેન ત્રિવેદી દ્વારા  માનવામાં આવ્યો હતો. કાર્યક્રમનો સંચાલન ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીઓ તડવી તોરલ અને તડવી જાગૃતિએ કર્યું હતું.

(9:50 PM IST)