હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતની તાપી નદીમાં મોટાવરાછાનો ગિરીશ પરમારએ મોતની છલાંગ :બોટમાં બે કલાક સર્ચ ઓપરેશન કર્યા બાદ મૃતદેહ મળ્યો,
સવારે યુવકે સવજી કોરાટ બ્રિજ પરથી પડતું મુક્યું: કપલે કરેલા કોલ લઈને મિસઅનસ્ટેન્ડના કારણે ફાયર ટીમને યુગલે ઝંપલાવ્યું હોવાનો કોલ મળ્યો હતો ?

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી મોટા વરાછા ના દરબાર ફળિયા રહેતા ગિરીશ ગણપત પરમાર નામના એક યુવકે સવારે 7:30 વાગ્યે યુવકે સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.આ ઘટના જાણ ફાયર વિભાગે થતા બોટ લઈને તાપી નદીમાં સઘન શોધખોળ કરતા બે કલાક બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત ફાયર વિભાગને પહેલા કપલ ફોન કર્યો હતો જેમાં પરંતુ મિસઅનસ્ટેન્ડ લઈને કપલ તાપી નદીમાં કૂદ્યું હોવાનો કોલ મળ્યો હતો. જ્યારે બ્રિજ પર પણ એક જ વ્યક્તિના ચપ્પલ હોવાથી અને તાપી નદીમાંથી એક યુવકનો જ મૃતદેહ મળવાથી એક જ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસે યુવકની ઓળખની ગિરીશ ગણપત પરમાર ઉમર 39 ,દરબાર ફળિયા મોટા વરાછા હોવાનું ખુલ્યું હતું ગિરીશ પરમાર છૂટક મજૂરી કામ કરતા હતા અને પત્ની તેમજ બે બાળક હોવાનું સરથાણા પોલીસ મથકે પરિવારે જણાવ્યું હતું પરંતુ આત્મહત્યા શા કારણે કરી તેનું હજુ સચોક કારણ જાણવા માવ્યું નથી સરથાણા પોલીસ ના હેડ કોસ્ટેબલ વિનોદ પરમાર વધુ તાપસ કરી રહ્યં છે
ઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીના વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફાયરની ટીમ નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને અંતે યુવકનો મૃતદેહ મળ્યો હતો. નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલી પડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
