News of Tuesday, 20th January 2026
ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત સુરત sog દ્વારા ૫ કરોડ ૮૫ લાખનું કોબ્રા સાપનું ઝેર પકડાવાવવા પાછળની કથા
Psi આર.એમ.સોલંકીને મળેલ બાતમી ખૂબ સ્ફોટક હતી, બીજી તરફ આરોપીઓ ખૂબ ચાલાક હોવાથી એક સ્ટ્રેટેજી તૈયાર કરી અને છટકું ગોઠવતા ૭ લોકો મુદામાલ સાથે સકંજામાં આવી ગયેલ : પ્રકળતિપ્રેમી પોલીસ કમિશનર દ્વારે વન્ય પ્રાણીઓની તસ્કરી રોકવા શરૂ કરેલ અભિયાનમાં ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં જેમની ટીમે જબ્બરજસ્ત ઓપનિંગ કરી તેવા પીઆઇ અશોક ચોધરી અકિલા સમક્ષ અથથી ઈતિ સુધીની ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ, તા.૨૦: નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત, બાળકો, મહિલાઓ અને વડીલો વિરુદ્ધના અપરાધો અંગે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનું અભિયાન લોકો અને પોલીસ ટીમની સક્રિયતાને કારણે સફળ બન્યાના પગલે પગલે વન્ય પ્રાણીઓની તસ્કરી વિરુદ્ધ શરૂ થયેલ અભિયાનમાં સુરત SOG ને ગુજરાતના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત કોબ્રા સાપના ઝેરની તસ્કરી અંગેનું નેટવર્ક ભેદવામાં સફળતા મળવા સાથે ૫ કરોડ ૮૫ લાખનો ૬ ૫ મિલી જથ્થો કબજે કરવામાં સફળતા મળી હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટ અશોક ચીધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
તે દરમ્યાન PSI આર.એમ. સોલંકી નાઓને ખાનગીરાહે મળેલ કે, સુરત શહેરમાં એક ટોળકી દ્વારા કોબ્રા સાપનુ ઝેર (Venom)ની તસ્કરી કરી મંગાવી તેનો સોદો કરવાની ફિરાકમાં હોવાની હકિકત જણાયેલ જે ટોળકી ખુબ જ ચાલાક હોય જેથી તે આસાનાથી પકડમાં આવે તેમ ન હોય તે માટે SOG PI એ.પી.ચૌધરી નાઓ દ્વારા છટકુ ગોઠવી આ ટોળકીને કોબ્રા સાપના ઝેરના બદલે કરોડો રૂપીયાની ઓફર અપાવતા ટોળકી લાલચમાં આવતા જે બાબતેની મીટિંગ કરવા તૈયાર થતા જેથી આ ટોળકીના સભ્યો સુરત શહેર સરથાણા જકાતનાકા સહજાનંદ હબ ગઢપુર રોડ નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર દુકાન નંબર-૧૨૩ પટેલ લાઇફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફીસમા ભેગા થવાની હકિકત મળતા તે જગ્યાએ રેઇડ કરી (૧) મનસુખ ભાઇ અંબાભાઇ ઘીનૈયા ઉ.વ.૬૭ ધંધો. વેપાર રહે. ફ્લેટ નંબર-ઇ/૧૦૨ અતુલ્ય રેસીડન્સી પાસોદરા રોડ સુરત. (૨) ચિમનભાઇ છગનભાઇ ભુવા ઉ,વ.૬૦ ધંધો. એમ્બ્રોડરી રહે. ઘર નંબર-બી/૫૦ જલારામ સોસાયટી નાના વરાછા સુરત. (૩) સમીર જયંતીલાલ પંચાલ ઉ.વ.૪૧ ધંધો.નોકરી રહે. ફ્લેટ નંબર -એ/૩૦૩ પુર્વ ગોલ્ડ એપાર્ટમેંટ ગોત્રી સેવાસી કેનાલ રોડ સેવાસી વડોદરા (૪) પ્રવીણ કાંતીલાલ શાહ ઉ.વ.૭૪ ધંધો. નિવળત રહે. મકાન નંબર-૮૦ દુધેશ્વર સોસાયટી નવા પોલીસ ભવન સામે આજવા રોડ વડોદરા. (૫) કેતનભાઇ ચિતરંજનભાઇ શાહ ઉ.વ.૫૦ ધંધો. વકિલાત રહે.ઘર નંબર-૩૬ દ્વારીકા સોસાયટી નર્મદા ગેસ્ટ હાઉસ રેસ ક્રોસ વડોદરા (૬) મકરંદભાઇ શ્રીકાંતભાઇ કુલકર્ણી ઉ.વ.૫૪ ધંધો. વેપાર રહે.ફ્લેટ નંબર-૧૧/જી સપ્તગીરી ડુપ્લેક્ષ તાજ રેસીડેંસીની સામે આકોટા રોડ વડોદરા (૭) પ્રશાંત રાજેશભાઇ શાહ ઉ.વ.૪૦ ધંધો. નોકરી રહે.મકાન નંબર ૩૯,૪૦ કળષ્ણાનંદ સોસાયટી અલવા નાકા દીપ મેડીકલ સામે માંજલપુર વડોદરા વાળાને ઝડપી પાડી તેમની પાસેથી કોબ્રા સાપના પ્રતિબંધીત ઝેરનો કુલ વજન આશરે ૬.૫ મી.લી. કુલ્લે કિંમત ૫,૮૫,૦૦,૦૦૦/ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
તેમ સુરત sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચીધરીએ વિશેષનમાં જણાવ્યું હતું.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
