News of Tuesday, 20th January 2026
જમ્મુ કાશ્મીરમાં ભારે હીમવર્ષાઃ ૨૪મીથી ગુજરાત ઠંડીમાં ઠુઠવાશે
બે-બે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ કાશ્મીરમાં સિઝનની સૌથી વધુ હીમવર્ષા વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૨૦ થી ૨૭ જાન્યુઆરી સુધીની આગાહીઃ ૨૩મી સુધી ન્યૂનતમ તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે, શનિવારથી ફરી પારો સિંગલ ડિજીટમાં પહોંચી જશે

રાજકોટઃ ઉત્તર ભારતમાં બે-બે શકિતશાળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જોરદાર હીમવર્ષા થશે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તા.૨૪ થી ૨૭ જાન્યુઆરી દરમ્યાન ઠંડીનો વધુ એક સારો રાઉન્ડ આવશે. લઘુત્તમ તાપમાનનો પારો ફરી સિંગલ ડિજીટમાં પહોંચી જશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ન્યુનત્તમ તાપમાન ૧૦ ડીગ્રી થી ૧૧ ડીગ્રી વચ્ચે નોર્મલ ગણાય, જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં તે ૧૨ ડીગ્રી થી ૧૩ ડીગ્રી નોર્મલ ગણાય. આજે
૨૦મીએ ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. જોકે, પોરબંદરમાં લઘુત્તમ તાપમાન ૧૧ડીગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૨.૫ ડીગ્રી ઓછું છે.
આજના તાપમાન આ મુજબ છે અમદાવાદ ૧૩.૩(નોર્મલથી ૧.૪ ડીગ્રી વધુ), વડોદરા ૧૨.૨ (નોર્મલથી ૦.૭ ડીગ્રી નીચે), ભુજ ૧૪.૮ (નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ), રાજકોટ ૧૧.૫ (નોર્મલથી ૦.૯ ડીગ્રી નીંચુ), ડીસા ૧૧.૯ (નોર્મલથી ૨.૪ ડીગ્રી ઉંચુ), અમરેલી ૧૧.૬ (નોર્મલથી ૦.૨ ડીગ્રી નીંચુ)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૦ થી ૨૭ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે અને તે ૨૩ જાન્યુઆરી સુધી સામાન્ય કરતાં વધુ રહેશે. ત્યારબાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે, ૨૪મી આસપાસ લઘુત્તમ તાપમાનમાં અંદાજે ૪ થી ૬ ડીગ્રી નો ઘટાડો થવાની શક્યતા છે અને તે ૨૭મી સુધી સામાન્ય કરતાં ઓછું રહેશે.
તા.૨૪ થી તા.૨૭ દરમિયાન ઠંડા હવામાનની સ્થિતિ પ્રવર્તવાની શક્યતા છે અને અનેક કેન્દ્રોમાં ફરી એકવાર લઘુત્તમ તાપમાન ૧૦ડીગ્રીથી નીચે જવાની શક્યતા છે.
તા.૨૩ના રોજ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાકળ ની શક્યતા છે. આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગે પવનો ઉત્તર થી ઉત્તરપૂર્વ દિશામાં ફૂંકાવાની શક્યતા છે.
પરંતુ તા.૨૩ના પવનની દિશા પヘમિ/ઉત્તરપヘમિ તરફ વળવાની શક્યતા છે.
તા.૨૦ થી ૨૭ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં ઉપર ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે, જેમાંથી બે સિસ્ટમો શક્તિશાળી રહેશે. જેની અસરથી મેદાની વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ ની શક્યતા છે, મુખ્યત્વે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને લાગુ રાજ્યોના વિસ્તારોમાં. રાજસ્થાન સુધી અસર થવાની શક્યતા.
કેટલાક દિવસોમાં હિમવર્ષા ૧૦ થી ૫૦ સેન્ટીમીટર વચ્ચે રહી શકે છે. જ્યારે ભારે હિમવર્ષાવાળા કેટલાક વિસ્તારોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ હિમવર્ષા ૧૦૦ સેન્ટીમીટર કરતાં વધુ પણ થઈ શકે છે
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
