તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ
વણાટકામની કલાને વ્યવસાયરૂપે વિકસાવીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પૂરી પાડી રોજગારી : ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને હેઠળ કુંવરજીભાઈ બાવળીયા સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસોના પરિણામે મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવે છે

અમદાવાદ, તા.૨૦: રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે.
રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ મોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને ઞ્ન્ભ્ઘ્ દ્વારા રૂ. ૨૫૭.૯૨ કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. ૧,૧૭૫.૦૯ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. ૧,૪૩૩ કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. ૪,૦૫૦ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે.
આજે આ સંદર્ભે વાત કરવી છે શ્રી રાજીબેન વણકરની કે જેઓ કચ્છ જિલ્લાના અવધનગર ગામના રહેવાસી છે. જેમણે મહિલા સશક્તીકરણ અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંકલ્પ સાકાર કરી બતાવ્યો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ પ્લાસ્ટિક કચરાનું સુવ્યવસ્થિત સંચાલન કરીને રાજીબેને વેસ્ટ-ટુ-વેલ્થના સિદ્ધાંતને જીવંત રૂપ આપ્યું છે. તેમણે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી વિવિંગ કરીને ઉપયોગી વસ્તુઓ બનાવી અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતળત્વમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, કેશ ક્રેડિટ લોન જેવી અનેક મહત્વની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજીબેને ગ્રામ સંગઠન મારફતે મળેલી રૂ. ૭૦ હજારની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સહાય તેમજ રૂ. ૨ લાખની કેશ ક્રેડિટ લોનથી ૧૫ મહિલાઓ સાથે મળીને ઉત્પાદન એકમની સ્થાપના કરી હતી. જેના થકી આજે ૩૫થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. જેના પરિણામે તેઓ દર વર્ષે રૂ. ૮થી ૧૦ લાખનો વ્યવસાય કરી રહ્યા છે. આમ, રાજીબેન મહિલાઓમાં બચતનું મહત્વ, શિક્ષણ અને આત્મવિશ્વાસ અંગે પ્રેરણા આપી રહ્યા છે. આમ, મજબૂત મનોબળ અને દ્રઢ ઈચ્છાશક્તિથી દરેક મહિલા પગભર થઈ શકે છે. રાજીબેન વણકરની આ યાત્રા એ જ સાબિત કરે છે કે, સંકલ્પ, શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજમાં નવી ઓળખ ઊભી કરી શકે છે. તેની સાથે પ્લાસ્ટિકમુક્ત, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણ તરફ આગળ વધવા માટે પ્રેરણા પણ આપી શકે છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
