<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કોંગ્રેસના નેતા ઈમ્તિયાઝ કાદરી ભાજપ બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: આગામી મહિનાઓ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓએ સંઘઠન મજબૂત બનાવવા ધમપછાડા શરૂ કરી દીધા છે જયારે કાર્યકરોને હોદ્દાઓના મળતા કે આગામી ચૂંટણીમાં ટિકિટ મળવાની શક્યાતાઓના જણાતા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કૂદાકૂદ કરે છે ત્યારે તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના વર્કિંગના ચેરમેન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા કાદરી ઈમ્તિયાઝ અલી વારંવાર કોંગ્રેસના પરાજયથી કંટાળી ભાજપમાં જોડાયા હતા જોકે ભાજપમાં આવ્યા બાદ તેમને મનગમતા હોદ્દાઓના મળતા ભાજપનો છેડો ફાડી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માજી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા, હવે તેઓ રાજપીપળા નગરપાલિકા વિસ્તામાં આમ આદમી પાર્ટીને મજબૂત કરશે

(10:21 PM IST)