News of Tuesday, 20th January 2026
રાજપીપળાનો કરજણ બ્રીજ બંધ કરાતા સિંગલ રોડ બન્યો અકસ્માત ઝોન : જૂનો બ્રીજ ખુલ્લો કરવા માંગ
છેલ્લા પાંચ મહિનામાં 30થી વધુ અકસ્માતોમાં ચારથી પાંચ લોકોના મોત, 10 થી વધુ ધાયલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગંભીરા બ્રીજ અકસ્માત થી રાજ્યના મોટાભાગના બંધ બ્રીજો હવે ખુલ્લા મુકવા સરકારે સૂચના અપાવી જોઈએ કેમકે આ બંધ બ્રીજોમાં કોઈ સમારકામ થતું નથી અને કોઈ બ્રીજનું કામ અત્યાર સુધી બાકી પણ નહિ હોય કેમકે આ બ્રીજો બંધ હોવાને કારણે સ્થાનિક લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે જોખમી બની રહ્યા છે. લોકોના મોતની સંખ્યા પણ વધી રહી છે.
રાજપીપળાના કરજણ નદી પરના બ્રીજની વાત કરીએ તો બે બ્રીજ છે પરંતુ જુલાઈ મહિનામાં જૂનો બ્રીજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને નવા બ્રીજ પર વચ્ચે બેરીકેટ મૂકી સિંગલ રોડ બનાવી દેવામાં આવ્યો છે જેમાં બોડેલીથી સુરત જતા રેતીના હાઇવા તથા અન્ય ટ્રકો બસો સહીત વાહનોની ખુબ ભીડ રહેતી હોય અને રસ્તો સિંગલ હોવાના કારણે ઝડપી જવા વાળા વાહન ચાલકો અટવાતા અકસ્માત સર્જાતો હોય છે, છેલ્લા આ પાંચ મહિનામાં 30 જેટલા અકસ્માત થયા જેમાં ચારથી પાંચ મોત અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે આ બંધ બ્રીજને ખુલ્લો કરી અવર જવર બંને બ્રીજ પરથી થાય તો રસ્તો પણ ખુલ્લો બને અને અકસ્માત પણ ઓછા થાય.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
