<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ગાંધીનગરના પિંડારડા ગામમાં કોંગો ફીવર અંગે તપાસ : પાંચ ગાયોના રિપોર્ટ નેગેટિવ આવ્યા: તંત્રને હાશકારો

તમામ રિપોર્ટ નેગેટિવ આવતા પૂછપરછ ઉભી થઈ કે યુવકને ચેપ ક્યાંથી લાગ્યો.?

ગાંધીનગરના પિંડારડા ગામમાં કોંગો ફીવર અંગે તપાસ દરમિયાન પાંચ ગાયોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેના કારણે તંત્રને રાહત મળી. ઈતરડીના રિપોર્ટ પણ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયા છે. 26 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેનો નમૂના લેવામાં આવ્યો હતો  પરંતુ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા પૂછપરછ ઉભી થઈ કે યુવકને ચેપ ક્યાંથી લાગ્યો. હાલ યુવકની તબિયત સ્થિર છે અને તંત્ર દ્વારા કોંગો ફીવર અંગે તાપસ ચાલુ છે

 


 

(10:50 PM IST)