<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રાજ્‍યપાલ જૂનાગઢમાં

હેલીપેડ ગ્રાઉન્‍ડથી કૃષિ યુનિ. સભા ગૃહ સુધી પોલીસ બંદોબસ્‍ત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧: કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતની  ઉપસ્‍થિતિમાં પદવીદાન સમારોહ યોજાયો છે.

રાજ્‍યપાલશ્રી સવારે હેલિકોપ્‍ટર મારફત આવી પહોંચતા તેઓનું અધિકારીઓ વગેરે દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કળષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં રાજ્‍યપાલશ્રી ઉચ્‍ચ ગુણ મેળવનાર ૭૪ ગોલ્‍ડ, સિલ્‍વર પ્‍લેટડ મેડલ, સહિત વિવિધ ફેકલ્‍ટીના વિદ્યાર્થીઓને પદવી આપશે. રાજ્‍યપાલશ્રીના જૂનાગઢમાં આગમનને લઈને  હેલીપેડ ગ્રાઉન્‍ડથી કળષિ યુનિવર્સિટી સભા ગૃહ સુધી ૩ ડીવાયએસપી, ૪ પીઆઇ, ૧૫ પીએસઆઇ અને ૨૫૦થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

(12:27 PM IST)