<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

વરિયાવ સુરતના સ્‍વામિનારાયણ મંદિરમાં દ્વિતીય પાટોત્‍સવ

રાજકોટઃ તા.ર૧ શ્રી સ્‍વામિનારાયણ કેનાલ રોડ મંદિર (સર્વાપરિધામ) વરિયાવ, સુરત ખાતે તા.ર૩ મીએ શુક્રવારે શ્રી હરિકૃષ્‍ણ મહારાજના દ્વિતીય પાટોત્‍સવ અને ર૦૦ મી શિક્ષાપત્રી જયંતિ ઉજવાશે તે દિવસે બપોરે ૩:૩૦ થી રાત્રે ૮ વાગ્‍યા સુધી અન્‍નકુટ, ધૂન-કિર્તન, સત્‍સંગ, શિક્ષાપત્રી પુજન અને અભિષેક વગેરે કાર્યક્રમો થશે.  વકતા તરીકે શ્રી આભ્‍યાસસ્‍વરૂપ સ્‍વામિ રહેશે તેમ આયોજક શ્રી અલોકિકદાસજી સ્‍વામી જણાવે છે.

નોંધઃ અન્‍નકુટ માટે જે ભકતોને કોઇ વાનગી બનાવીને લાવવાની ભાવના અને અનુકૂળતા હોય તેમણે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો ધવલ જીવાણીઃ ૯૯૨૪૩ ૨૭૪૨૪, (વાનગી પહોંચાડવાનો સમય, શુક્રવાર બપોરે ૩:૦૦ સુધીમાં)

(2:48 PM IST)