<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

વેષ પલટો, નદી નાળા કાચા રસ્‍તેથી ગુજરાતથી રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર પહોંચી ૪ આરોપી દબોચી લીધા...

મહિલાની લાજ લૂંટવા હુમલા કરવાના આરોપીને પકડવા નો વોન્‍ટેડ ઇન સાઉથ ગુજરાત એવા રેન્‍જ IG પ્રેમવીરસિંહના અભિયાન અંતર્ગત ડાંગ LCB સફળતાની હેટ્રીક સર્જી... એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં LCB PSI જયદીપ અનડકટ અને સ્‍ટાફે વધુ એક મોટું ઓપરેશન પાર પાડયું...

રાજકોટ, તા.૨૧:  નો વોન્‍ટેડ ઇન સાઉથ ગુજરાત અને તેમાં પણ મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન વિરુદ્ધના ગુન્‍હાઓના આરોપીઓ કોઈ પણ સંજોગોમાં પોલીસ પકડથી દૂર ન રહેવા જોઈએ તેવા સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંહના અભિયાંને ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં ડાંગ એલ. સી.બી પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જયદીપ અનડકટ ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આ કામગીરીમાં હેટ્રિક સર્જી છે.

મહિલાની લાજ લૂંટવાના ઇરાદે તેને રસ્‍તામાં આંતરી જાતીય હુમલો કરી ગુજરાત છોડી રાજસ્‍થાન અને મહારાષ્‍ટ્રમાં છુપાયેલ આરોપીને ડાંગ LCB ટીમ દ્વારા વેશ પલટો કરી, નદી નાળા અને કાચા રસ્‍તેથી ટાર્ગેટ સુધી પોહચી પ્રથમ બે આરોપીઓ રાજસ્‍થાન અને તેમની આકરી પૂછપરછ કરી મહારાષ્‍ટ્રના નાસિક સુધી પોહચી ઝડપી લેવામાં સફળતા મળી છે.

પકડાયેલ આરોપીઓઃ (૧) માનસિંહ રામગોપાલ બાગરીયા, ઉ.વ.૩૨, રહે.-બિહારીપુરા, તા.નેનવા, જી.બુંદી, રાજસ્‍થાન, (૨) મુકેશભાઇ સોરજભાઇ બાગરીયા, ઉ.વ.૨૩, રહે.-બિહારીપુરા, તા.નેનવા, જી.બુંદી,રાજસ્‍થાન, (૩) રણબીર હરીલાલ બાગરીયા, ઉ.વ.૩૮, રહે.સુરલીગામ, તા.નેનવા, જી.બુંદી, રાજસ્‍થાન. (૪) ધનપાલ સોરજભાઇ બાગરીયા, ઉ.વ.૨૩, રહે.-બિહારીપુરા, તા.નેનવા, જી.બુંદી, રાજસ્‍થાન.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ (૧) PSI શ્રી જે.જી.અનડકટ, (૨) ASI પ્રમોદભાઈ ગનસુભાઈ નીવર, (૩) ASI રમેશભાઇ બાળુભાઇ પવાર, (૪) ASI રણજીતભાઇ ઉસ્‍યાભાઇ પવાર, (૫) HC લક્ષ્મણભાઇ જયવનભાઇ ગવળી, (૬) HC દિલીપભાઇ જતરીયાભાઇ ગામીત, (૭) PC હિનયભાઈ સુરેશભાઈ ગાઈન, (૮) PC અશોકભાઇ મગનભાઇ પટેલ, (૯) PC દિનેશભાઇ મોતીરામભાઇ વાઘેરા

(4:00 PM IST)