<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ખેલ મહાકુંભ ની લોન ટેનિસ મેન્સ ડબલ્સ સ્પર્ધામાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડીને ગોલ્ડ મેડલ : ગાંધીનગર શહેરનું ગૌરવ

રોમાંચક ફાઈનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દિલીપ ઠાકર અને હિતેન્દ્ર સેઇલર ની સામે ૬-૨ થી જીત હાંસલ કરી : શિરીષ સુતરિયાએ વર્ષ ૨૦૨૫ ના વર્ષની ખેલ મહાકુંભની લોન ટેનિસની સિંગલ સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કર્યો'તો

અમદાવાદ તા.૨૧ : ગુજરાત સરકાર દ્વારા સેક્રેટરીએટ જીમખાના, સે.૨૧ ખાતે યોજાયેલ વર્ષ ૨૦૨૫ ના વર્ષની ખેલ મહાકુંભ ની લોન ટેનિસ મેન્સ ડબલ્સ સ્પર્ધામાં  શિરીષ  સુતરિયા  અને હરીશ અસનાની જોડી એ રોમાંચક ફાઈનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દિલીપ ઠાકર અને  હિતેન્દ્ર સેઇલર ની સામે  ૬-૨ થી જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ જીતી ને ગાંધીનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. 

વધુમાં શિરીષ સુતરિયા એ વર્ષ ૨૦૨૫ ના વર્ષની ખેલ મહાકુંભ ની લોન ટેનિસની  સિંગલની સ્પર્ધામાં પણ  ઉત્કૃષ્ટ દેખાવ કરી સિલ્વર મેડલ હાંસલ કરી ડબલ સિધ્ધિ મેળવેલ છે.

(4:53 PM IST)