તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 21st January 2026
મહેસાણાનુ થોળ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે
આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પક્ષી ગણતરી યોજાનાર હોવાથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવા નિર્ણય

મહેસાણાનુ થોળ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પક્ષી ગણતરી યોજાનાર હોવાથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. દેશી તેમજ વિદેશી પક્ષીઓની ગણતરીનું આયોજન કરાયું છે. પક્ષીઓને ખલેલ ના પહોંચે તે હેતુથી પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા આદેશ જાહેર કરાયો છે. શનિ અને રવિવારે સહેલાણીઓ અભયારણ્યમાં નહીં જઈ શકે. જાહેર જનતાને વન વિભાગને સહયોગ આપવા અનુરોધ કરાયો છે .
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
