તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 21st January 2026
યાત્રાધામ ડાકોરમાં બેકાબૂ કાર ખાણીપીણીની લારીને અડફેટે લઈને એક નાના મંદિર સાથે અથડાઈને અટકી
ડાકોર બસ સ્ટેશન નજીક GEB ઓફિસ બહાર કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો:કારની ટક્કરથી ખાણીપીણીની લારીને ભારે નુકસાન

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના યાત્રાધામ ડાકોરમાં એક બેકાબૂ કાર ખાણીપીણીની લારી સાથે અથડાઈ હતી. આ ઘટના ડાકોર બસ સ્ટેશન નજીક GEB ઓફિસ બહાર બેકાબુ કાર લારીને અડફેટે લઈને એક નાના મંદિર સાથે અથડાઈને અટકી હતી
કારની ટક્કરથી ખાણીપીણીની લારીને ભારે નુકસાન થયું હતું અને તે સંપૂર્ણપણે નાશ પામી હતી. જોકે, કોઈ વ્યક્તિને શારીરિક ઈજા ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતને કારણે લારી ચલાવનાર વ્યક્તિને મોટું આર્થિક નુકસાન થયું છે.
બપોરના સાડાત્રણ થી ચાર વાગ્યાના અરસામાં કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડની બાજુમાં ઉભેલી ખાણીપીણીની લારી સાથે અથડાઈ હતી. લારીને અડફેટે લીધા બાદ કાર એક નાના માતાજીના મંદિરે અથડાઈને અટકી હતી.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
