<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

પોલિસીનો રેકોર્ડ સાબિત કરવાનો બોજો વીમા કંપનીનો, દાવેદારનો નહીં

વાહન અકસ્‍માતના કેસમાં ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો : હાઈકોર્ટે મૃતકના આશ્રિતોનું વળતર રૂ.૩.૫૬ લાખથી વધારી રૂ. ૩૮.૧૮ લાખ કર્યું: અકસ્‍માતની જવાબદારી જીપ ડ્રાઇવરની

અમદાવાદ,તા.૨૨: વાહન અકસ્‍માતના એક કેસમાં બહુ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્‍યું છે કે, વીમાની પોલિસીનો રેકોર્ડ કે તેના પુરાવાની બાબત સાબિત કરવાનો બોજો વીમા કંપનીના માથે હોય, મૃતકના દાવેદારો કે આશ્રિતોના માથે ના હોઈ શકે. જસ્‍ટિસ મૂળચંદ ત્‍યાર્ગીએ પ્રસ્‍તુત કેસમાં વિમા કંપની દ્વારા દાવાની ચૂકવણી કરવી ના પડે તે માટે જુદા જુદા બહાના રજૂ કરવાના પ્રયાસને લઈને પણ ભારે ઝાટકણી કાઢી હતી.

સાથે સાથે મોટર વાહન અસ્‍માત ટ્રિબ્‍યુનલ દ્વારા વળતર નક્કી કરવામાં દાખવાયેલા ગંભીર ભૂલને લઈ પણ હાઇકોર્ટે ટીકા કરી હતી અને જણાવ્‍યું હતું મુજબ, દસ્‍તાવેજોની પૂરતી ચકાસણી કરવી અને દાવેદારોને યોગ્‍ય અને ન્‍યાયી વળતર ચૂકવવું એ ટ્રિબ્‍યુનલની ફરજ છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બેદરકારી(નિષ્‍કાળજી) ગણાવી હતી. જો કે, હાઇકોર્ટે ટ્રિબ્‍યુનલના આ તર્કને પણ ફગાવ્‍યો હતો અને પ્રસ્‍તુત કેસમાં અકસ્‍માતની સંપૂર્ણ જવાબદારી જીપના કે, મૃતકની સુપરવાઈઝરી આવકના  નુકસાનને ગણતરી કરવામાં ટ્રિબ્‍યુનલે ગંભીર ભૂલ કરી છે. કાયદાની દરખાસ્‍ત મૃતક યુવકના આશ્રિતોને ટ્રિબ્‍યુનલે જે રૂ.૩.૫૬ લાખનું વળતર અપાવતો હુકમ કર્યો હતો, તેમાં સુધારો કરી મૃતકના આશ્રિતોના વળતરમાં નોંધપાત્ર વધારો કરી તેઓને રૂ.૩૮.૧૮ લાખથી વધુનું વળતર અપાવ્‍યું હતું. હાઈકોર્ટે પ્રતિવાદી વીમા કંપની યુનાઇટેડ ઇન્‍ડિયા ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીને વળતરની રકમ છ સપ્તાહમાં ટ્રિબ્‍યુનલ સમક્ષ જમા કરાવી દેવા પણ ફરમાન કર્યું હતું. મોટર સાયકલ અને જીપ વચ્‍ચેના અકસ્‍માતના આ કેસમાં ટ્રિબ્‍યુનલે મોટર સાયકલસવારની પણ ૨૦ ટકા ડ્રાઇવરની ઠરાવી હતી. હાઈકોર્ટે આ કેસમાં મૃતક યુવકની સેલેરી સ્‍લીપના પુરાવાને અવગણવાના ટ્રિબ્‍યુનલના વલણને પણ ગંભીર ચૂક સમાન ગણાવ્‍યું હતુ અને જણાવ્‍યું હતું કે, ટ્રિબ્‍યુનલે મૃતકની સેલેરી સ્‍લીપનો પુરાવો અવગણીને તેમ જ તેની સુપરવાઇઝરી આવકના નુકસાનને ધ્‍યાને લેવામાં ગંભીર ક્ષતિ દાખવી છે.

 કેસની વિગત મુજબ, કમલેશ જશુભાઈ પટેલ પોતાની બાઇક પર ચિત્રોડા(જિ.સાબરકાંઠા) તરફ જઈ રહ્યો હતો ત્‍યારે પૂરપાટ ઝડપે અને ગફલતરભરી રીતે આવતી જીપે તેને જોરદાર ટક્કર મારી ઉડાવ્‍યો હતો. આ અકસ્‍માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું કરૂણ મોત નીપજયું હતું. જેને પગલે તેના આશ્રિતો દ્વારા ટ્રિબ્‍યુનલમાં વળતરનો દાવો કરાતાં ટ્રિબ્‍યુનલે રૂ.૩.૫૬ લાખનું વળતર અપાવ્‍યું હતું. જેનાથી નારાજ થઈ મૃતક યુવકના આશ્રિતો હેમલતાબેન પટેલ તથા અન્‍યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ફર્સ્‍ટ અપીલ નંબર ૩૯૪/૨૦૨૧ માં એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, પ્રસ્‍તુત કેસમાં અક્‍સક્‍માત માટે સંપૂર્ણપણે જીપ ડ્રાઇવરનો જ વાંક છે અને સમગ્ર અકસ્‍માત માટે તેની જ ગંભીર જવાબદારી ઠરતી હોવાછતાં ટ્રિબ્‍યુનલે મૃતકની ૨૦ ટકા નિષ્‍કાળજી ઠરાવીને ભૂલ કરી છે. કારણ કે, જીપ ડ્રાઈવરનું વાહન ઓવરસ્‍પીડ, ગફલતભરી રીતે હંકારવામાં આવ્‍યું હતું અને તેના કારણે અકસ્‍માત સર્જાયો છે. વળી, મૃતક યુવકની સેલેરી સ્‍લીપનો પુરાવો પણ ટ્રિબ્‍યુનલે ધ્‍યાને લીધો નથી. હકીકતમાં સેલેરી સ્‍લીપનો પુરાવો ઉપરાંત તે એગ્રીકલ્‍ચરનું કામ કરતો હોવાના સાત-બારના ઉતારા અને અન્‍ય પુરાવા પણ છે પરંતુ તેમછતાં ટ્રિબ્‍યુનલે તેને અવગણ્‍યા છે, જે બિલકુલ ગેરકાયદે કહી શકાય. 

 પોલિસીના રેકોર્ડને લઇ બચાવ કરવાના મુદ્દે વીમા કંપની ભેખડે ભરાઈ

આ કેસમાં વીમા કંપનીએ વળતર ચૂકવવું ના પડે એટલે એવો બચાવ ઉભો કર્યો હતો કે, જે જીપ દ્વારા અસ્‍માત સર્જાયો છે તે વાહનનો વીમો વીમા કંપનીએ લીધો જ નથી અને દાવેદારો દ્વારા રેકર્ડ પર જે પોલિસી (જીપની) રજૂ કરવામાં આવી છે, તેનો પોલિસી નંબર વાંચી શકાતો નથી અને માટે વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર બનતી નથી. જો કે, અપીલકર્તા તરફથી વીમા કંપનીની દલીલનો છેદ ઉડાડતાં જીપની વીમાની ઓરીજનલ પોલિસી હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી. જેથી વીમા કંપનીએ એવું ફેરવી તોળ્‍યુ કે, સમાન નંબરવાળી પોલિસી જીપને નહી પરંતુ અન્‍ય વાહન ટુ વ્‍હીલરને જારી કરવામાં આવી છે. જો કે, જસ્‍ટિસ મૂળચંદ ત્‍યાગીએ સમગ્ર વાતનો ભેદ પારખી લેતાં વીમા કંપનીની ઝાટકણી કાઢી હતી.

(10:00 AM IST)