<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

અંબાના પવિત્ર ધામમાં ‘જય સોમનાથ ઉમિયાધામ’ સજ્જ :રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાશે

યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં આધુનિક અને સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજીમાં યાત્રિકો માટે એક અનોખી અને ભવ્ય ભેટ આપવામાં આવી છે. અંબાના પવિત્ર ધામમાં હવે ‘જય સોમનાથ ઉમિયાધામ’ ભવ્ય સ્વરૂપે સજ્જ બન્યું છે, જે આગામી  ૨૫ જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે શુભારંભ પામશે. યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં આધુનિક અને સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જય સોમનાથ ઉમિયાધામના આકાશી દ્રશ્યો સામે આવતા તેની ભવ્યતા અને આધ્યાત્મિક આકર્ષણ વધુ ઉજાગર થયું છે, જે અંબાજીના ધાર્મિક ગૌરવમાં નવી ઉમેરા સમાન સાબિત થશે.

(12:12 PM IST)