News of Thursday, 22nd January 2026
અમદાવાદના બહેરામપુરામાં મહિલા પર ચાકુથી હુમલો :રાજા રહીમના ટેકરા પાસે બેકરીમાં ઘુસી યુવકે ત્યાં હાજર મહિલાને ચાકુના ઘા માર્યા
મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થતા હુમલાખોર યુવક સ્થળ પરથી નાસી છૂટ્યો: CCTVના આધારે પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક યુવાને મહિલાપર ચાકુથી હુમલો કર્યો હોવાની ચકચાર મચી છે. રાજા રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં ઘુસી યુવકે ત્યાં હાજર મહિલાને ચાકુના ઘા માર્યા હતા. વાતચીત દરમિયાન ઉગ્ર બનેલા યુવકે અચાનક હુમલો કરતા મહિલાને હાથમાં ઈજા પહોંચી હતી. ઘટનાના CCTV દ્રશ્યો સામે આવતા સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ છે.
મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થતા હુમલાખોર યુવક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. મહત્વની બાબત એ છે કે આ યુવક અગાઉ પણ મહિલાના પરિવાર પર હુમલા કરી ચૂક્યો હોવાનો આક્ષેપ છે. CCTVના આધારે પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
