ભાવનગરનાં વતની ભરૂચનાં પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી પરમારનો આપઘાત
કૌટુંબિક વિખવાદ, માનસિક તાણ કે અન્ય કોઇ કારણ ? તે અંગે પોલીસ તપાસ : સહ કર્મચારીઓના નિવેદનો લેવાયા

ભરૂચ, તા.૨૨: ભરુચ શહેરના પોલીસ તંત્રમાં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. આ દુઃખદ ઘટના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે બની હતી, જ્યાં મળતકે પોતાના રહેણાંક રૂમમાં ગત રાત્રિએ આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ ભાવનગરની વતની અને ૨૭ વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આ અંતિમ પગલા પાછળનું કારણ હજુ રહસ્યના વમળોમાં ઘેરાયેલું છે. ઘટનાની જાણ થતાંની સાથે જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડી મળતદેહને નીચે ઉતાર્યો હતો અને વધુ કાર્યવાહી માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
આ મામલે બી ડિવિઝન પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આત્મહત્યા પાછળના મૂળ કારણ સુધી પહોંચવા માટે મળતક પ્રીતિ પરમારના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથે ફરજ બજાવતા સહકર્મીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી આ દુઃખદ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.
મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની ૨૭ વર્ષીય પ્રીતિબેન ઉદેસિંહ પરમારે ગત રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. તેઓ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતેના પોતાના નિવાસસ્થાને હતા, જ્યાં તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતક પ્રીતિ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસમાં કાર્યરત હતા અને હાલમાં તેઓ LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) શાખામાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. ગતરોજ પોતાની નિયમિત ફરજ પૂર્ણ કર્યા બાદ તેઓ રૂમ પર ગયા હતા. જે યુવતીએ પાંચ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પોલીસ દળમાં સેવા આપી, તેણે અચાનક આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું તે પ્રશ્ન હાલ પોલીસ અને પરિવાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની પેનલ દ્વારા મળતદેહનું પીએમ (Post-Mortem) કરવામાં આવી રહ્યું છે. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આપઘાત પાછળ કોઈ કૌટુંબિક વિખવાદ, માનસિક તાણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા માટે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને તેમની સાથે કામ કરતા સહકર્મીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
