News of Thursday, 22nd January 2026
વડતાલ સંસ્થા શિક્ષાપત્રી સંદેશને વિશ્વ સ્તરે પહોંચાડવા પ્રતિબધ્ધઃ સંતવલ્લભદાસ સ્વામી
જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો

જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલ પરિસંવાદમાં વડતાલધામના ડો. સંતવલ્લભદાસ સ્વામી અને અન્ય વિદ્વાનોએ હાજરી આપેલ તે પ્રસંગની તસ્વીર
નડીયાદઃ તા. રર, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે-કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી.
કાર્યક્રમમાં ડો. શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો. અર્કનાથ ચૌધરી, ડો મદન મોહન ઝા,ડો. રાજધર મિશ્ર,ડો લોકમાન્ય મિશ્ર ડોજયેન્દ્રસિંહ જાદવ,ડો કોસલેન્દ્રજી , જેવા ન્યાય વ્યાકરણ વેદાતંના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા..
ડો સંતવલ્લભદાસ સ્વામી ચેરમેનશ્રી વડતાલ , ડો જયેન્દ્રસિંહ જાદવ - મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ડો યજ્ઞવલ્લભ સ્વામી - છીરોડી,ડો સ્વરૂપ સ્વામી - પોઈચા પાઠશાળા, ડો હિતેશ પટેલ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા..
ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીરમાકાંત પાંડેએ ‘‘શિક્ષાપત્રી ભાષ્ય પ્રકાશન માટે અનુરોધ કર્યો હતો'' અને ઉત્તરાખંડના વિશાળ સંમેલન યોજવાની તૈયારી દર્શાવીને શિક્ષાપત્રીના ઉચ્ચતમ આદર્શોની ચર્ચા કરી હતી.
ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા શિક્ષાપત્રી સંદેશને વિશ્વ ફલક પર મુકવા માટે પ્રતિબદ્ધ છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ સાથે સંતો રાત્રી દિવસ નિષ્કામ પુરુષાર્થ કરી રહ્યા છે.. શિક્ષાપત્રીમાં આચારનું મહત્વ છે. શિક્ષાપત્રી રાજધર્મ અને લોકધર્મને શિખવતું શાષા છે.. શિક્ષાપત્રી સ્વચ્છતા , આરોગ્ય અને શિક્ષણના પાયા મજબૂત કરતું શાષા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
