<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

અમદાવાદમાં ટુ-વ્‍હીલરમાં એમડી ડ્રગ્‍સની હેરાફેરીઃ માતા-પુત્રની ધરપકડઃ રૂા. ૭.૭૪ લાખનો મુદામાલ જપ્ત

ડ્રગ્‍સની તસ્‍કરીનો નવો કિમીયો : સમીમબાપનુ તથા મોમીનખાન પઠાણ પાસેથી ર૪૬ ગ્રામથી વધુનો ડ્રગ્‍સનો જથ્‍થો પકડાયો

અમદાવાદઃ શહેરના ફતેવાડી વિસ્‍તારમાંથી એમડી ડ્રગ્‍સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપી પાડ્‍યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસરએમડી  ડ્રગ્‍સના જથ્‍થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ કાલુપુર વિસ્‍તારના હોવાનું સામે આવ્‍યું છે, જેઓ ટુ-વ્‍હીલર પર ડ્રગ્‍સની હેરાફેરી કરી રહ્યા હતા.

આ દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્‍યું હતું અને ટુ-વ્‍હીલર પર સવાર સમીમબાનુ ઉર્ફે પપ્‍પી પઠાણ (ઉં.વ. ૫૪) અને મોમીનખાન પઠાણ (ઉં.વ. ૨૫)ની તપાસ કરતાં તેમની પાસેથી ૨૪૬ ગ્રામ ૮૦૦ મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સનો જથ્‍થો મળી આવ્‍યો હતો, જેની બજાર કિંમત અંદાજે રુપિયા ૭,૪૦,૦૦૦ થાય છે.

પોલીસે ડ્રગ્‍સ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્‍હીલર મળી કુલ ૭,૭૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન સામે આવ્‍યું હતું કે, આ ડ્રગ્‍સનો જથ્‍થો તેમને ફતેવાડીની સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્‍યો હતો.

પકડાયેલી આરોપી મહિલા સમીમબાનુ અગાઉ સાણંદમાં પ્રોહિબિશન અને ડીસીબી પોલીસ સ્‍ટેશનમાંએનડીપીએસના ગુનામાં વોન્‍ટેડ હોવાનું પણ ખુલ્‍યું છે. હાલમાં વેજલપુર પોલીસે  એક્‍ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(3:38 PM IST)