News of Thursday, 22nd January 2026
અમદાવાદમાં જમાલપુર અલંકાર ડ્રાઈવિંગ સ્કૂલ પાસે રોકી છરા વડે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો :ગાયકવાડ હવેલી પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા
આરોપીઓએ પૂર્વે અદાવતના કારણે આકાશ બાબુભાઈ ઓઢ પર ઘાતક હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી હતી

અમદાવાદ :શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક ગંભીર હત્યાકાંડનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૧૨૬૦૦૧૧/૨૦૨૬ મુજબ. ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધાયો હતો. તા. ૨૧/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યાની આસપાસ આરોપીઓએ પૂર્વે અદાવતના કારણે આકાશ બાબુભાઈ ઓઢ પર ઘાતક હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ એક દિવસ અગાઉ તા. ૨૦/૦૧/૨૦૨૬ના રોજ સુવિધા ફ્લેટની નીચે બેસી રહેલા આરોપી મીત ઉંર્ફે લાલો રમેશભાઈ રાઠોડ સાથે મૃતક આકાશ અને તેના મિત્રો ભાવેશ તથા સોનુ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘટનાની અદાવત રાખીને આરોપીઓએ બીજા દિવસે રાત્રે મૃતક અને તેના સાથીઓનો પીછો કરી જમાલપુર અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ પાસે તેમને રોકી દીધા હતા. દરમિયાન આરોપી મીત ઉર્ફે લાલોએ પોતાની પાસેના છરા વડે આકાશ પર પેટ તથા શરીરના અન્ય ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે આકાશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ઘટનાની ગંભીરતા જોતા સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈએ તાત્કાલિક તપાસના આદ્દેશ આપ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે નીચે મુજબના ત્રણ આરોપીઓ ઝડપાયા છે:
(1) મીત ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડું (ઉ.વ. ૨૦) રહેવાસી: બીલ્લાનગર બનાસ એપાર્ટમેન્ટની બાજુમાં, પંડિત નહેરૂ સ્કૂલ સામે, બહેરામપુરા, અમદાવાદ મૂળ વતન: ગામ ગોમનાથ, તા. રાધનપુર, જી. પાટણ
(2) સાહીદ અમઝદખાન પઠાણ રહેવાસી: હાજીબાવાના છાપરા, ગલી નં. ૩, દાણીલીમડા પોલીસ સ્ટેશન સામે, દાણીલીમડા, અમદાવાદ (3) સોહીલ ઇદરિશભાઈ નિરાશી (ઉ.વ. ૧૯). રહેવાસી: રૂમ નં. ૧, ગલી નં. ૧, શાહઆલમ નગર, બોમ્બે હોટલ બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ હાલ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગુનામાં વપરાયેલ હથિયાર તથા અન્ય પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
