તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 22nd January 2026
પંચમહાલમાં ઇ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ જિલ્લા અને તાલુકામાં ફરજ બજાવતા 54 જેટલા કર્મચારીઓને અચાનક છુટા કરી દેવાયા
ઇગ્રામ ના 17 કર્મચારીઓ, જિલ્લા કો ઓર્ડીનેટર અને તાલુકા મેનપાવર સપોર્ટ 9 કર્મચારીઓ, ટેક્નિકલ આસિસ્ટન્ટ 15 માં નાણાં પંચના 17 કર્મચારીઓનો સમાવેશ

પંચમહાલમાં ઇ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ જિલ્લા અને તાલુકામાં ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છુટા કરી દેવામાં આવતાં આવેદનપત્ર આપી રજુઆત કરાઈ છે. વિકાસ કમિશ્નર દ્વારા કરાયેલા આદેશ અન્વયે રાજ્યમાંથી છુટા કરાયેલા કર્મચારીઓમાં પંચમહાલ જિલ્લાના કુલ 43 કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઇગ્રામ ના 17 કર્મચારીઓ, જિલ્લા કો ઓર્ડીનેટર અને તાલુકા મેનપાવર સપોર્ટ 9 કર્મચારીઓ, ટેક્નિકલ આસિસ્ટન્ટ 15 માં નાણાં પંચના 17 કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યસભા સાંસદને કર્મચારીઓએ આવેદનપત્ર આપી પુનઃ ફરજ ઉપર લેવા માંગ કરી હતી
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
