<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સુંદરપુરા ગામની પ્રાથમિક શાળાની પાસે આંકડાનો ધમધોકાર ચાલતો અડ્ડો કોણ બંધ કરાવશે

ગામમાં કુલ પાંચ જગ્યાએ આંકડા લખાતા હોય શાળાના બાળકો અને ગામના મહિલાઓ પણ આંકડા લખાવતા હોવાની વાત: મહિલા અને બાળકો આ દૂષણમાં ફસાતા રૂપિયાનું પાણી અને ખરાબ આદતે ચઢતા આગેવાનોમાં રોષ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં જુગારના અડ્ડા તો લગભગ બંધ છે પરંતુ છૂટાછવાયા આંકડાના ધંધા ખાનગીમાં ચાલે છે જેમાં સુંદરપુરા ગામમાં લગભગ પાંચ આંકડાના ધંધા ચાલુ છે તો પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરે તેવી માંગ છે.
મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની પાસે જ બે જગ્યા પર આંકડા લખાય છે તેમજ ગામમાં અન્ય ત્રણ જગ્યા પર પણ આંકડા લખાતા હોય ગામમાં કુલ પાંચ અડ્ડા ચાલુ છે જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળા પાસે ચાલતા અડ્ડા ઉપર શાળા કેટલાક વિધાર્થીઓ પણ આ દૂષણ નો ભોગ બની રહ્યા છે, સાથે ગામના કેટલાક મહિલાઓ પણ આંકડા લખાવવા જતા હોવાની વાત જાણવા મળી છે માટે આજની યુવા પેઢી શાળાના બાળકો આ દૂષણ થી આગળ જતા વધુ બરબાદ ના થાય તે માટે વાલીઓ અને પોલીસે કડક પગલા લેવા જોઈએ તેવું ગામના આગેવાનનું કહેવું છે.
આમ તો આખા જિલ્લામાં મોટા જુગાર બંધ થયા બાદ નાના જુગાર અને આંકડા ના ધંધા ખાનગી માં ચાલુ હોય તેમાં શાળા કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ નજીક ચાલતા આ દૂષણ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

(10:47 PM IST)