તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 22nd January 2026
હવે રોડ ઉપર ચાલતા રાહદારીઓ પણ સુરક્ષિત નથી: કંકાલા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઈકે રાહદારીને ટક્કર મારતા ગંભીર ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતની ઘટનામા વધારો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ દારૂનો નશો કરી વાહન હંકારતા હોવાનું કહી શકાય હાલમાં દેડિયાપાડા તાલુકાના કંકાલ ગામ પાસે એક બાઈક એ રાહદારીને અડફટે લઈ ગંભીર ઇજા કરતા ફરિયાદ થઈ છે
મળતી માહિતી અનુસાર રામસિંગભાઇ રામજીભાઈ વસાવા( રહે. પીપલા કંકાલા ટેકરા ફળીયું) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મોટર સાઇકલ નંબર GJ-26-AJ-6672 ના ચાલકે પોતાના કબજાની મોટર સાઇકલ પુરપાટ હંકારી લાવી રામસિંગભાઇ રામજીભાઈ વસાવા (ઉ.વ.૫૧ )નાઓ ને રસ્તો ક્રોસ કરતા હતા તે વખતે ડાબા પગમાં ટક્કર મારી એક્સીડન્ટ કરી ડાબા પગમાં ઘુંટણથી નીચેના ભાગે ફ્રેકચર કરી તેમજ એક્સીડન્ટ કરનાર મો.સા.ચાલકે પોતાને પણ શરીરે સામાન્ય ઇજા પહોચાડી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
